________________
૫ મું.]
પડતા પર પાટુ.
WAAANAAAAAA
AAAAA
દશા નહોત માટે હવે શાંત થઈને આવેલાં કર્મને ભેગવી છે જેથી તે કર્મો તારાં ક્ષય પામે. પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મ ભેગવ્યા વિના છૂટકે થતું જ નથી. અહિંઆ નહિ તે ભવાંતરમાં પણ અવશ્ય તારે એ કર્મોનાં ફળ ભોગવવાંજ પડશે. અહો દેવ! તારી શક્તિ તે કેઈ અજબ છે! તારી પ્રતિકૂલતાએ સુખપ્રાપ્તિનાં સાધનો પણ દુઃખ સન્મુખ થઈ જાય છે. દુનિયામાં જીવિતવ્ય અર્પણ કરનાર સર્વોત્તમ વસ્તુ અમૃત પણ પ્રાણનું અપહરણ કરનાર વિષમ વિષપણે પરિણમે છે, માર્ગમાં રહેલી નાની દોરઠી પણ ફણધર સર્પ થઈ દંશ દેવા દેડે છે, નાનું સરખું ઉંદરનું બીલ પગ મુકતાંની સાથે ભયંકર પાતાલ સમાન થઈ જાય છે, અંધકારને વિનાશ કરનાર ચંદ્ર સૂર્યની પ્રભા પણ ગાઢ અંધકારનું આચરણ કરે છે, સુખપૂર્વક ઉલંઘન થઈ શકે તેવું નાનું પાણીનું ખાબોચીઉં પણ અનુલ્લંઘનીય અને ગંભીર જળનીધિ સમાન થાય છે, પ્રત્યક્ષ આદિ અનેક પ્રમાણોથી પ્રતિષ્ઠિત સત્ય હકીકત પણ દુર્ભાગ્યના ઉદયે અસત્ય ઠરે છે અને સુખદુ:ખમાં સહાયક અને સત્ય સલાહકારક અભિન્નહદયવાળો મિત્ર પણ મિત્રતાને દેશવટો આપી શત્રુતાનું આચરણ કરે છે. આ સર્વ દુઃખોને સંબંધ દુષ્કર્મના પ્રભાવેજ પ્રાપ્ત થાય છે. જેમ ભાગ્યમાં હોય તેમ થાઓ, અવસરને યોગ્ય કાર્ય પ્રત્યે આદર આપવો એજ ધીર પુરૂષોનું કર્તવ્ય છે. આ પ્રમાણે હૃદયને શાંત કરી, દુઃખી પુત્રોને દિલાસે આપી, શેઠના બગીચામાંથી નીકળી, ધારાપુરને અધિપતિ સુંદર રાજા, પૃથ્વીપુર જેવા વિશાળ નગરમાં પણ ઉદરપોષણ માટે અપમાનિત દશા પ્રાપ્ત કરી તે નગરને છોડી અને બાળકો સહિત આગળ પ્રયાણ કરવા લાગ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com