________________
સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ કર્યો હોત તે દુ:ખી રાજાને નિરાશ થવાનો અવસર ન આવી શકત. જેમ-રોગીઓના રોગને દૂર કરવામાં સુવિચારક અને દીર્ધદશી વૈદ્ય, બની શકે ત્યાં સુધી દદીના દર્દને મીઠા ઔષધથીજ નાબુદ કરે છે, તેવા ઔષધથી જે ફાયદો માલમ ન પડે તેજ કડવા કે કસાયલા પધનો પ્રયોગ કરે છે. તેવીજ રીતે સન્માર્ગદર્શક ઉપકારીઓ પણ ઉપકાર્યને ઉમા
ના ભયંકર અપાયથી સંરક્ષણ કરવા માટે પ્રથમ કર્ણપ્રિય મધુર વચનથી પ્રેરક બનવું જોઈએ. શાસ્ત્રોમાં પણ દર્શાવ્યું છે કે-જે વચને સર્વને ઇષ્ટ હોય, જે શબ્દોના શ્રવણથી સઘળાઓ આનંદ પામે અને જે વાક્ય પોતાના ઈષ્ટ કાર્યની રિદ્ધિના સાધક હોય તો તેવા પ્રિયકારી અને હિતકારી મધુર વચનોનો અનાદર કરી અન્ય વચનોનો ઉચ્ચાર સરખો પણ શા માટે કરવો જોઈએ! કદાચિત્ પ્રાપ્ત થયેલા દ્રવ્યોને સદુપગ નહિ કરતાં માત્ર સંગ્રાહક બુદ્ધિવાળા કૃપણોખરો દ્રવ્ય ખરચવાના અવસરે પોતાનો હાથ સંકોચે અથાત્ દરિદ્રતા ધારણ કરે, પરંતુ જેમાં દ્રવ્યનો વ્યય નથી તેવા વચનોમાં દરિદ્રતા શા માટે ધારણ કરવી જોઈએ. માટે હમેશાં બનતા પ્રયત્ન જ્યાં સુધી બને ત્યાં સુધી કોમળ વાણીથીજ બીજાઓને ઉપદેશ આપવો જોઈએ. કેટલીક વખતે કઠોર વચનો સામાના હૃદય પર વિપરીત અસર કરે છે, અહાય તેવું હિતકારી હોય તો પણ પ્રથમ સામાના અંત:કરણમાં કોધ ઉત્પન્ન કરે છે, જેના પરિણામે પિતાનું અંત:કરણ પણ મલીન થાય છે અને ધારેલું કાર્ય ફળીભૂત થતું નથી. જે મધુરતા પિતાને સ્વધીન હાય, અર્થાત્ અભ્યાસના બળથી સ્વાભાવિક પિતાન વચનમાં મધુરતા આવતીજ હોય તો યે સત્વશાળી પુરૂષ એવો હોય કે જે જાણી જોઈને વચનમાં કઠોરતા લાવે, કમનસીબવાન ભાગ્યે જ એવી મૂર્ખતા કરનારે મળી આવે અને એ તો ચોક્કસ છે કે–મધુર વચનનો ઉચ્ચાર કરનાર ક્ષમાવાન મનુષ્ય કાર્ય સાધવામાં જે સફળતા મેળવે છે તે સફળતા કર્કશ ભાષણ કરનાર કોધી ભાગ્યેજ મેળવી શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com