________________
૫૮ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ
ભાવાર્થ--તાત્વિકધર્મના અભિલાષી પ્રાણુઓએ ધર્મનું રહસ્ય તીક્ષણ બુદ્ધિએ જાણવા જેવું છે, અન્યથા સૂકમ વિચારણાના અભાવે આધિ વ્યાધિ અને ઉપાધિમય વિષમ સંસારચકને વૃદ્ધિ પમાડનાર અધર્મને પણ, સ્વ અપવર્ગને અનુપમ સુખનો અપણ કરનાર ધર્મ છે એમ માની તેનું અવલંબન કરતા તે પ્રાણીઓ ધર્મનો વિનાશ કરે છે અને અધર્મના અસહ્ય સંકટોને અનિરછાએ પણ ભોગવે છે. જેની ઉપર દષ્ટાંતરૂપે દર્શાવેલા એક ઉલેખનું આપણે અવલોકન કરીએ.
સકલ કલ્યાણવેલડીના કંદ સમાન દ્વાન, વૃદ્ધ, બાલ આદિ મુનિની કરેલી વૈયાવચ્ચ કદાપિ નિષ્ફળ જતી નથી, અવશ્ય ફળને આપવાવાળીજ હોય છે. આપણું પ્રાચીન અને સુવિહિત શાસ્ત્રકારો પણ જણાવે છે કે –“સર્ષ વિર પવાર પાવર ઉત્તર દિશા” અન્ય સર્વ શુભકાર્યો અવશ્ય ફળદાયી છે એમ સંભવી શકતું નથી. દુનિયામાં જોઈએ છીએ તે ઘણાં કાર્યો એવાં માલુમ પડે છે કે જે કાર્યો સાનુકુળ સંગે ફળ આપે અને વિઘાતક સંગે ફળ નથી પણ આપતાં પરંતુ કોઈ પણ અવસરે કરેલી ગ્લાનાદિકની વૈયાવચ્ચ પિતાના સુંદર ફળથી વંચિત રાખતી જ નથી. આવા પ્રકારે શાસ્ત્રોમાં દર્શાવેલા લાનઆદિની વૈયાવચના અનુપમ લાભને ગુરુદ્વારા અથવા શાસ્ત્રદ્રારા જાણીને અચિંત્ય લાભનો અભિલાષી કે પ્રાણી એવા પ્રકારને અભિગ્રહ ધારણ કરે કે આજથી આરંભીને મારે હંમેશાં પ્રશસ્તભાવપૂર્વક જવરાદિ વ્યાધિથી પીડા પામતા કોઈપણ ગ્લાનમુનિને ઔષધાદિ સામગ્રી દ્વારા અવશ્ય વિયાવચ્ચ કરવી. અભિગ્રહ ધારણ કર્યાબાદ કાલાંતરે કોઈ અવસરે તેવા ગ્લાનાદિ મુનિની પ્રાપ્તિ ન થાય અને તેમની વૈયાવચ્ચનો અપૂર્વ લાભ ન મળે તે અવસરે જે આવા પ્રકારની વિચારણા કરે કે–“અરે ! મારો અભિગ્રહ આજે પૂર્ણ ન થયે, નિર્ભાગ્યશિરોમણીને ચિંતામણીરત્નની પ્રાપ્તિ ક્યાંથી હોય, તેનાં આંગણામાં કલ્પવૃક્ષ ક્યાંથી ફળે, પાપીને પાપના ઉદયે ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com