________________
૫ મું
]
પડતા પર પાટુ.
પ૭
વિચારમાળાને અવકાશ આપે હાલ તે તે કાર્યનું આવું હદયભેદક પરિણામ ન આવત. જે ઉદ્દેશથી આ કાર્ય કર્યું હતું તે ઉદ્દેશ સંપૂર્ણતાથી સફળ થાત અને દુઃખી પિતા પુત્રને તીવ્ર દુઃખ નહિ પણ દુઃખમાં દિલાસો મળત. જે તે અવસરે બાળકને આવી ત્રાસદાયક સજા નહિ કરતાં શાંતિના વચનાથી તમારે આવું કરવું અગ્ય છે, તમારાથી આવું કાર્ય થાય? આ તે હિંસક કાર્ય કહેવાય આથી તે પક્ષીએને બહુ દુઃખ થાય અને મરી પણ જાય આવું અન્ય પ્રાણીઓના પ્રાણનું ઘાતક કાર્ય નિર્દય છે વિગેરે વિગેરે વચનોથી સમજાવ્યું હતું તે તેના પરિણામે તેવાં હિંસક કાર્યોથી નિવૃત્ત થઈ અને બાળકોના હૃદયમાંથી હિંસક પરિ. ણામ સદાને માટે સમૂલ નાશ કરી શકાત.
સંપૂર્ણ સૃષ્ટિમંડળમાંથી પોતાના નિર્મળ ઉપદેશદ્વારા અથવા વિશુદ્ધ વર્તનદ્વારા એક પણ પ્રાણીને ઉદ્ધાર થયો તે પોતાનું સમગ્ર મનુષ્યજીવન સફળ થયું એમ સમજવું, કેમકે વિશુદ્ધ ધર્મના સંસ્કારવાળે એકજ ધમાં અનેક જી
ના જીવિતવ્યને અભયદાન આપવાવાળો થાય છે અને ઉપદેશદ્વારા બીજા પાસે અપાવવાવાળા પણ થાય છે. પરંતુ જેમ હીરામાણેક વિગેરેના સત્ય સ્વરૂપથી અનુભિજ્ઞ ઝવેરી અમૂલ્ય ઝવેરાતની સત્ય કિંમત ન આંકી શકે તેમ અભૂત કરૂણાવંત પ્રાનું પવિત્ર શાસન પામીને પણ તાત્વિક કરૂણાના અપૂર્વ સિદ્ધ ની કિંમત અજ્ઞાનતાના પ્રભાવે પ્રાણીઓ આંકી શકતા નથી. શ્રીસાર શેઠના સંબંધમાં પણ એજ પ્રસંગ બનવા પામ્યો. ધમનું ઊંડું રહસ્ય સમજવું ઘણુંજ મુશ્કેલ છે. આટલાજ માટે જગતના કલ્યાણ ખાતર ચદશોચુંમાલીશ આદર્શ ગ્રંથના પ્રણેતા અસાધારણ બુદ્ધિનિધાન શ્રીમાન હરિભદ્રસુરિશ્વરજી અષ્ટક પ્રકરણમાં દશાવે છે કે
“કૂકવુચા સાથે, ધર્મrfમઃ | अन्यथा धर्मबुद्धयैव, तद्विघातः प्रसज्यते ॥१॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com