________________
૫ મું.] પડતા પર પાટુ,
૫૫ શેઠને સંતોષ પમાડતા હતા અને શેઠ પણ સદ્ભાવપૂર્વક તેઓના પ્રત્યે મીડી દષ્ટિથી જોતા હતા.
એક દિવસે શ્રીસાર શેઠ પિતાના બગીચાની શોભા નિહાળતે ચારે દિશામાં પરિભ્રમણ કરતો હતો, તેવામાં બગીચાના એક વિભાગમાં થતા હદયભેદક વિચિત્ર બનાવ તરફ અચાનક શેઠની દષ્ટિ પડી. એક હાથમાં ધનુષ્ય અને બીજા હાથમાં બાણ ધારણ કરી વૃક્ષ ઉપર બેઠેલા પક્ષી તરફ નિશાન તાકી આખેટક (શીકારની) કિયા કરતા બે બાળકોને જોયા અને તેને ઓળખ્યા. આ બાળકે તે સુંદર રાજાનાજ બને પુત્ર હતા. દયાળુ અંત:કરણમાં આ દેખાવે અતિશય આઘાત કર્યો. ધમી શેઠ આ બનાવ શી રીતે જોઈ શકે. પાપકર્મ જેતાની સાથે તેનું હૃદય ધર્યું. પોતાના બગીચામાં પોતાનાજ મનુષ્યદ્વારા થતા આવા કરપીણ કાર્ય શેઠને કોપાયમાન કર્યો. કેપના આટોપથી લાલ નેત્રવાળે શેઠ બાળક પાસે ગયે અને બન્નેને સખ્ત સજા કરી હાથમાં રહેલાં ધનુ અને બાણીના ટુકડેટુકડા કરી ફેંકી દીધા. બિચારા માતા વિનાના દીન મુખવાળા મુગ્ધ બાળકોને માર મારી કરૂણ સ્વરે રૂદન કરતા મુક્યા, એટલું જ નહિ પણ શેઠે પિતાના બગીચામાંથી પણ બહાર કાઢી મુક્યા અને રાજા પાસે આવી આવેશમાં આવી જઈ તિરસ્કારસૂચક શબ્દદ્વારા કહ્યું કે “તારે એક ક્ષણ માત્ર પણ મારા બાગમાં રહેવું નહિ, અધમાધમ કાર્ય કરનારા તારા પુત્ર સહિત હમણાંજ મારા બગીચામાંથી નીકળી જવું.”
જે રાજા હમેશાં શેડના સૈમ્ય મુખારવિંદમાંથી ઝરતા શીતલ અને મધુર વચનામૃતનું પાન કરતા હતા તેજ રાજાના કર્ણયુગલમાં શેઠ તરફથી પરિતાપ ઉત્પન્ન કરનારા કઠોર વચનને સંચાર થયે, રાજાના દુઃખને પાર રહ્યો નહિ, જેનું દુ:ખ સાંભળી શેઠનું અંતઃકરણ દયાથી ભીંજાયું હતું, તેજ શેઠનું હૃદય આ અવસરે તેના પ્રત્યે અને તેના કુમળા બાળકો પ્રત્યે વિમુખ થયું. જો કે શેઠનું કોપાયમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com