________________
૫૪
સુદર રાજાની સુંદર ભાવના
[ પ્રકરણ
(
પરથી પુષ્પો ચુંટી એકડા કરી લાવે અને તારે બગીચામાં રહેલા આ જીનેશ્વરભગવાનના મંદીરમાં ત્રણ કાળ દેવપૂજા કરવી.’ જો કે શેર્ડ દર્શાવેલું કાર્ય ઘણુંજ સુંદર હતું એમ રાજા જાણતા હતા છતાં એક સેવક તરીકે શેઠને ત્યાં રહી કાર્ય કરવું એ તેના હૃદયમાં વિશેષ સાલતુ હતુ, છતાં પણ હું ઉત્તરનિર્વાહ માટે તે કાર્ય કર્યા વિના ચાલે તેમ ન હતું. દુનિયામાં નહિ કરવા લાયક એવાં કયાં કાર્યો છે કે જે દૂર ઉદર માટે પ્રાણીઓને નથી કરવાં પડતાં. જીંદગીભર જેની સન્મુખ પણ ન જુએ તેવાઓને સ્વાર્થની ખાતર એ હાથ જોડીને નમસ્કાર કરવા પડે છે. કટ્ટા શત્રુ પ્રત્યેષ ણ હસતુ મુખ રાખી મિત્રતા દર્શાવવી પડે છે. દુનિયામાં પણ કહેવાય છે કે - પેટ કરાવે વેડ ન છુટકે રાજાએ શેડનાં વચના સ્વીકાર્યા અને પુત્ર સહિત શેઠે દર્શાવેલું કાર્ય કરવા તત્પર થયા. જેમ નૃત્ય કરનારને પટ વગાડનાર જેવા પ્રકારના તાલ આપે તેવા પ્રકારે નૃત્ય કરવું પડે છે તેવી રીતે સ સારનાથભૂમિમાં પ્રાણીઓને પટવાદક દેવ જેવા પ્રકારે પટહ વગાડે તે પ્રમાણે અવશ્ય નૃત્ય કરવુંજ પડે છે. દેવ આગળ નૃત્ય કરનાર સુંદર રાજા જોકે કાર્ય કરવામાં બિલ્કુલ અનભિજ્ઞ હતા, જે આપણે ત્રીજા પ્રકરણમાં જાણી ગયા છીએ, તેજ રાજા એવા કાયકુશળ થયા કે જેનું કાર્ય' દેખી શેઠનું અંત:કરણ અતિશય આનંદ પામતું હતું.
"
'
લેાકમાં પણ હેવત છે કે ‘કામ કામને શિખવે.’ કવિ કહે છે કે રાા કાર્ય કુશળ થયા તેમાં કાંઇ નવાઇ જેવું નથી. यथा लक्ष्म्या विदग्धत्वं, विभ्रमं यौवनश्रिया ! प्रेष्यभावं तथा जीवः, शिक्ष्यते दुरवस्थया ॥
"C
જેમ લક્ષ્મી ડહાપણ ઉત્પન્ન કરે છે, ચૈાવનની શાભા વિભ્રમે (નેત્રાદિના ચાળા) કરતાં શિખવે છે તેવી રીતે દુરવસ્થા આપોઆપ પ્રાણીઓને સેવકધર્મમાં પ્રવીણતા પ્રાપ્ત કરાવે છે, તેને પ્રેષ્યભાવ શીખવા જવા પડતા નથી. અગીચામાં રહેલા સુંદર રાજા અને પુત્ર સહિત શેડનું કાર્ય કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com