________________
૫ મું ]
પડતા પર પાટુ,
૫૧
સંભાવ હોય, ફલ નિપત્તિને માટે પ્રયત્ન પણ તેટલાજ પ્રમાણમાં કરવામાં આવ્યો હોય છતાં તે સઘળાં સાધનો ફળપ્રાપ્તિરૂપ સાધ્યને સાધી શકતાં નથી. તેમજેનું અંતઃકરણ યાની નિર્મળ વાસનાથી વિમુખ હોય તે પ્રાણી હાય તેવી તપશ્ચર્યા કરે, જ્ઞાન ભણે, પરંતુ તે યથાવસ્થિત ફળને પ્રાપ્ત કરી શકતા નથી, કહો કે તે સઘળી ક્રિયાઓ તેની નિષ્ફળ જેવી છે ત્યારે જે અંત:કરણ નિર્મળ દયાની વાસનાથી વાસિત હોય છે તે અંત:કરણમાં નિ:સ્વાર્થવૃત્તિ, સદ્ધર્તાનાદિ અનુપમ ગુણોનો આવિર્ભાવ થાય છે.
અન્ય સ્થળે પણ એક કવિશ્રીએ કહ્યું છે કે – " कृपानदीमहातीरे, सर्वे धर्मास्तृणांकुराः। તા: ફોryપતા, નિયતિ તે ઉત્તરમ્ શા”
ભાવાર્થ–જેમનદીમાં જલને સંચય હોય તો તેના કિનારે રહેલા સુંદર તરણાના અંકુરાઓ વિગેરે વનસ્પતિ પ્રકૃલ્લિત હોય છે, પરંતુ જ્યારે તે નદીમાં પાણી બીલકુલ હેતું નથી એટલે કે તે જળાશય શુષ્ક થઈ જાય છે ત્યારે કિનારે રહેલાં ઘાસ વિગેરે પણ સુકાઈ જાય છે, તેવી જ રીતે કૃપારૂપી અમૃતજળથી ભરપુર નદીના કિનારે ઉગેલાં તૃણાંકુર સમાન અન્ય સર્વ ધમાંનુષ્ઠાન છે. તે જ કૃપા નદી જ્યારે સુકાઈ જાય ત્યારે કિનારે રહેલાં તૃણાકુર સમાન અન્ય ધર્મોનુષ્ઠાને કેટલી મુદત સુધી ટકી શકે ?
આપણે આ ઉપરથી જાણી શકયા કે ધર્મનું મૂલ દયા છે અને એ તો ચોક્કસ છે કે મૂળ વિનાનું વૃક્ષ કદી પણ નવપલ્લવિત નહિ થાય, તેનાથી બીજાઓ શાંતિ પણ નહિ પામે તે પછી તેમાંથી સુંદર ફળની આશા રાખવી એ મૃગતૃષ્ણામાંથી જલનું પાન કરી તૃષા શાંત કરવા જેવું છે. નિર્ધન દીન કે અંગોપાંગહીન દુ:ખી પ્રાણીને દેખીને જેના અંત:કરણમાં દયાને અંકુરે ઉત્પન્ન ન થતો હોય તે જાણવું કે તેના અંતરમાં કલ્પવૃક્ષ સમાન અભિષ્ટ ફળદાયી સર્વજ્ઞભાષિત ધર્મની વાસના માત્ર પણ નથી, જે કે જગતમાં અન્ય પ્રાણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com