________________
૫૦ સુંદર રાજાની સુંદર ભાવના [પ્રકરણ ર્થાત્ મનુષ્યત્વ તરિકેની પિતાની ફરજ સમજી શકે.
શ્રીસાર શેઠના અંત:કરણમાં નિર્મળ દયાનો ઝરે વહી રહ્યો હતો. દુ:ખી પ્રાણીને દેખતાંની સાથે જ તેનું હુંદયે દયાથી આ થતું હતું એટલું જ નહિ પણ તેના દુઃખને દૂર કરવા માટે પિતાનાં તન મન અને ધનની પણ દરકાર રાખતો નહ. જે શેડના દ્રવ્યનો વ્યય બીજાઓને પોતાની સત્તા નીચે દબાવવામાં કે બીજાઓનું નિકંદન કરવામાં વ્યા ત્રાસ ઉત્પન્ન કરવામાં થતો ન હતો, પરંતુ બીજાઓનાં દુઃખ દૂર કરવામાં અને તેઓને સુખી કરવામાંજ થતા હતા. દ્રવ્યવાનનાં દ્રવ્યની સાર્થકતા ત્યાંજ આગળ રહેલી છે નહિ કે માત્ર પોતાના યા પિતાના સ્વજનવર્ગના ઉદરપોષણ ખાતર કે મોજશોખની ખાતર; એવી રીતે તો દુનિયામાં પશુઓ પણ પોતાનું અને પોતાનાં બાળબચ્ચાંનું ઉદરપોષણ કરે છે અને જે એમજ હોય તો મનુષ્યજીવન અને પશુ જીવનમાં શો વિશેષ તફાવત કહી શકાય. શેડનું જીવન તેવું ન હતું કે ઉચ્ચતર મનુષ્ય જીવનની સમકક્ષામાં આવે તેવું જીવન વ્યતિત થતું હતું. તેના અંતરમાં ઉજવળ સત્તભાષિત ધર્મનું રહસ્ય ઝળકી રહ્યું હતું. જે ધર્મનું મૂળજ દયા છે, તેના ઉપરજ સર્વ ધર્માનુષ્ઠાનોનો આધાર છે. પંડિત પ્રકાંડ શ્રીમાન શાંતિસૂરીશ્વરજીપ્રણિત ધર્મરત્ન પ્રકરણમાં દર્શાવ્યું છે કે – “ मूलं धम्मस्स दया तयणुगयं सव्वमेवऽणुठाणं "
ભાવાર્થ-દયા એજ ધર્મનું મૂલ છે અને બાકીના દાન, શીલ, તપશ્ચર્યા, વૈયાવચ્ચ આદિ સર્વ અનુષ્ઠાને તેનેજ અનુસાર રહેલાં છે.
દયા વિનાની સઘળી શુભ કિયાઓ તુષખંડનતુલ્ય નિષ્ફળ છે. જ્યાં દયા નથી ત્યાં વાસ્તવિક ધર્મની પ્રાપ્તિ પણ નથી. જેમ ઉખર ક્ષેત્રમાં-દષ્પ ભુમિમાં અનાજના હાય તેવા સુંદર દાણાઓ વાવ્યા હોય, વરસાદનું પાણી પણ પ્રમા
પત પડયું હોય, પવન આદિ સાનુકુલ સામગ્રીઓને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com