________________
૫ મુ. ]
પડતા પર પાટુ.
કોઈ અજબ છે. નિર્મળ રાણીને પણ તે તારા પ્રહારોથી વંચિત રાખી નહિ.” હજીપણ રાજા દેવને ઉપાલંભ આપતા પોતાની નિડરતા વચનદ્વારા પ્રગટ કરતા કહે છે કે-
હે દેવ ! આ સંકટાને પણ અમે સહન કરીશું; હજી પણ ખાકી રહેલા તારા બીજા મનારથા પણ પૂર્ણ કરી લે. આ સૃષ્ટિરૂપ રંગભૂમિપર તારે જેટલા અને જેવા પ્રકારના નાટકો કરાવવાં હોય તે સર્વ કરાવી તારી મનોવાંછા પૂર્ણ કરી લે, અમે તે સઘળું સહન કરવા માટે તૈયાર છીએ. આ પ્રમાણે દેવને ઉપાલમ્ભ આપી દુ:ખના ડરથી કાયર થતા હુંદયને શુરવીર સત્પુરૂષોના આચરણની સુંદર ભાવનાથી સુદૃઢ બનાવ્યુ, અને બાકી રહેલી રાત્રી પૂર્ણ કરી.
પ્રભાતનો સમય થવા લાગ્યા, કુકડાઓ પણ કુકરેકુના અવાજો કરી નિદ્રાધીન મનુષ્યેાને જાગ્રત કરવા લાગ્યા રાત્રીએ એક સ્થળે એકત્ર થયેલા પક્ષીઓ પણ રાત્રી સમાપ્ત થવાથી મધુર અવાજ કરતાં દિશાંતરેશમાં પ્રવાસ કરવા લાગ્યાં. ધીમે ધીમે સર્વથા અધકારને નાશ થયા, અને સર્વ દિશાઓમાં સૂર્યનાં કિરણેાની પ્રભા વ્યાપવા લાગી. આ અવસરે રાણી શી રીતે મળે અને નહિ મળતાં સુધી આ બાળકાના અને મારા ઉત્તરપાષણને માટે શી વ્યવસ્થા કરવી, કૈવા પ્રકારનુ કાર્ય કરવું ઇત્યાદિ, અનેક પ્રકારની વિચાર શ્રેણિમાં બ્યામૂઢ થયેલા રાજા શેકગ્રસ્ત હેરે પોતાના મકાનમાં બેઠા હતા, તેવામાં બગીચાના અધિપતિ આશ્રિતવત્સલ શ્રેષ્ઠિ શ્રીસાર અગીચામાં રહેલા સર્વ મનુષ્યાની સ્થિતિ તપાસતા ત્યાં આવી પહોંચ્યા અને ચિંતાતુર સુદર રાજાઉપર તેની ષ્ટિ પડી.
વાંચકા! આ સ્થળે આપણે તે ઉદાર શ્રેષ્ઠિની કેટલીક જીવનચર્યા તપાસીએ કે જે ચર્ચા ઉપરથી ધનવાન કે નિર્ધન, વિદ્વાન કે અલ્પજ્ઞ, કુટુંબવાન કે કુટુમહીન, સ્ત્રી કે પુરૂષ કોઇ પણ વ્યક્તિ અગાધ સંસારસાગરમાં આડાઅવળા માર્ગે ભટકતી પાતાની જીવનનાકાને સુઘટિત માર્ગે લાવી શકે, અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com