________________
સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ નિમિત્તે પિતાના મકાને જવા નીકળી, તે અવસરે સાર્થવાહ તરફથી સંકેત કરાએલા સ્ત્રીમંડળે અધિક કામકાજના બહાનાથી બપોરના અવસરે પણ આવવાનું જણાવ્યું. મુગ્ધા સતી સાર્થવાહનો પ્રપચ જાણી શકી નહિ અને અધિક પ્રાપ્તિની અભિલાષાથી ફરી આવવાનું સ્વીકાર્યું હર્ષપૂર્વક રાણી પિતાને રથાને જઈ, પતિ અને પુત્રીને ભોજન કરાવી, મધ્યાહુ સમયે આનંદપૂર્વક ફરી સાથે વાહને ત્યાં કામકાજ કરવા આવી. સાર્થ વાહે પણ અન્ય અન્ય કાર્ય બનાવી છેક સંધ્યા સમય સુધી શીને પોતાના જ ઉતારામાં રાખી. ધીમે ધીમે અંધકારનું જોર ચારે બાજુએ ફેલાવા લાગ્યું. નીચ સાર્થવાહ આ અંધકારને લાભ લઈ, દુઃખી સુંદર રાજા અને માતા સન્મુખ જોનારા કામળ બન્ને બાળકોને દુ:ખદાયી વિગ કરાવી, બલાત્કારથી રાજ્યને પિતાને સાર્થમાં લઈ પિતાના નગર તરફ વિદાય થયા.
નિમૂળ વિનાશ પામેલી આશાના પુનર્જન્મ સાર્થવાહના હૃદયમાં આનંદની ઉમિઓ ઉછળી રહી હતી. તે એમજ સમજતો હતો કે–પતિવિનાની નિરાધાર અબળા હવે શું કરવાની હતી. આજે નહિ તો છેવટે અમુક દિવસો પછી પણ આપણી ધારણા સફળ થશે.
સ્વાર્થધ મનુષ્ય પોતાની કલ્પનાજાને કેવી વિસ્તારે છે! તને એ વિચાર નથી આવતો કે–અમારી કલ્પનાઓ, હવાઈકિલ્લાની માફક અસત્ય છે કે વજની દિવાલ જેવી અચળ છે. આ વિચાર જે અંતરમાં ઉદ્ભવતો હોય તો અવશ્ય અપમુદતમાં અપપ્રયાસે તેઓ પોતાના સુવ્યવસ્થિત માર્ગે આવી શકે.
ઉન્માર્ગગામી સાર્થવાહ એ વિચારણાથી તદ્દન વિમુખ હતો, એટલું જ નહિ પણ વારંવાર પિતાની કલ્પનાના હવાઈ કિલ્લાને સુદઢ કરતો હતો. “એક મજુરી કરનાર અબળાને
સ્વાધીન કરવામાં અધિક પ્રયાસ કરવાની જરૂર નહિ પડે. દ્રવ્યવાને પોતાના દ્રવ્યથી શું શું કાર્યો નથી કરી શકતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com