________________
૪ ચુ' ]
મદનવલ્લભા હેરણ.
૫
કંગાલ મન્સુરવર્ગ પૈસાના જ ભૂખ્યા હાય છે. જ્યાં પૈસા મળ્યા એટલે સ્વામિને સ્વાધીન, આવી ઉન્મત્ત કલ્પનાઓ વારંવાર લક્ષ્મીના મદથી ધ થયેલા સાથવાહના અંતરમાં ઉદય પામતી હતી.' સાથેવાડને એ ખબર ન હતી કે, સતીસમક્ષ આ મારે! હવાઇ કત્લા લાંબી મુદતનહિ ટકી શકે. વિષયાંધ સાર્થવાહે સતીને ચલાયમાન કરવા માટે વિવિધ પ્રકારના ઉપાય યાયા, દ્રબ્યાદિષ્ટની લાલચા આપી, અનેક પ્રપચા કર્યા, છતાં તે સર્વ પ્રયત્ને નિષ્ફળ થયા, જળની ભ્રાન્તિએ મૃગતૃષ્ણામાં પરિભ્રમણ કરનારા તૃષાતુર પ્રાણી કદીપણ તૃષાને શાંત કરી શકતા નથી.
સતીશિરોમણી રાણીએ સાર્થવાહના સારા ચા ખોટા એક પણ વચનના પ્રત્યુત્તર નહિ આપતાં પોતાના નિર્મળ અંત:કરણમાં પ્રાણેશનું ધ્યાન ધરી માનનેાજ આશ્ચય કર્યો હતા. દુષ્કદિયે સાર્થવાહના હૃદયમાં એ વિચાર ન ઉદભવ્યે કે પૂર્વ દિશામાં ઉદય પામતા સૂર્ય કોઇ પણ વખતે પશ્ચિમ દિશામાં ઉદય પામતા જ નથી. કલ્પાન્તકાળે પણ ગભીર સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લઘન કરે નહિ, અચળ મેરૂપર્વ ત કોઇપણ વખતે કપાયમાન થતા નથી તેમ સતી સ્ત્રીઓ પ્રાણાન્તકષ્ટો સુધીના વિષમ સંચેગામાં પણ પાતાના પવિત્ર આચશ્રી અંશ માત્ર પણ ચલાયમાન થતી નથી.
પુષ્પવાટિકામાં પરિભ્રમણ કરનારા વિવેકી મધુકર કમલના પરાગથી પરાંગસુખ થતા નથી ત્યારે નિવિવેકી–સારાસારના અપર્યાલાચક ક્ષુદ્ર જંતુ તે અનુપમ સુગ ંધનેા અનાદર કરી નિર્ગંધ યા દુર્ગંધ પુષ્પને સર્વ સંપત્તિનું સ્થાન માને છે. વિવેકી રાજહંસ નિર્મળ માનસરાવરમાં સર્વાત્માએ મગ્ન રહે છે ત્યારે અશુચીસ્થાને પરિભ્રમણ કરનારા ભુંડ વિદ્યામાંજ સુખના અનુભવ કરે છે.
મેહાંધ સાર્થવાડ ઇંદ્રિયાના વિષયને પરાધીન થઇ અભિનવ અમૃતસમાન અને ઐષધિવનાના રસાયણુતુલ્ય અખંડ સુખના સાધનભૂત નિવૃત્તિમાર્ગના અનાદર કરી એકાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com