________________
૪ થું ]
મદનવલભા હરણ.
૪૩
દુઈ વિકપોથી મલીન અંતઃકરણમાં રહેતા છતાં તે સતીઓ ઉવલ શંખની માફક નિરાગી અને કાંસ્ય પાત્રમાં જળની જેમ નિર્લેપ રહી શકે છે.
રાણીને પણ દુષ્ટ સાર્થવાહના રાગી અને મલીન હદયમાં વાસ કરતા છતાં પણ લેશ માત્ર રંગને પાશ કે સ્પામતા વળગી નહિ. સાર્થવાહે રાણીના ઉગ્ર સ્વરૂપથી તેનો આંતરિક અભિપ્રાય જાણે લીધે અને રખેને ધારેલી ધારણા નિષ્ફળ જાય એથી દુષ્ટ આશયવાળા કપટી સાર્થવાહે બાહ્યવૃત્તિથી મહાન આડંબરપૂર્વક મધુર વચનોથી રાણી પાસે ક્ષમાની યાચના કરી. કામાંધ સાર્થવાહ સતનું સ્વરૂપ જાણ્યા છતાં પણ પિતાની નીચ વૃત્તિ પર અંકુશ મુક્યો નહિ. પ્રત્યુત અનેક પ્રપંચથી પણ તેને વશ કરી ધારેલી ધારણું સફળ કરવાના વિચારે તેના અંતરાત્માને કાજળથી પણ શ્યામ કર્યો. એ તો ચોક્કસ છે કે શસ્ત્ર સહિત સન્મુખ રહેલા ગુના પ્રહારથી બચી પણ શકાય છે, પરંતુ બહાથી મિત્રતાને ડળ કરનાર માયાવી શગુના વિષમિશ્રિત છુપા બાહારથી બચી શકાતું નથી. વિચક્ષણ છતાં પણ રાણી સાર્થવાહના મીઠાં વચનોથી અંજાઈ ગઈ અને તેના અંતરને દુર આશય સમજી શકી નહિ. પ્રપંચી સાર્થવાહે પિતાની કટાળ એવી રીતે પાથરી કે તેમાં સપડાએલી રાખી ફરીથી કાટઉપાયે પણ છુટી શકે નહિ. એક બાજુએ આંતરિક આશય છુપાવીને સાર્થવાહ વચનથી અને વતનથી વિશ્વાસ પમાડ્યા અને બીજી તરફ સાર્થવાહના વચનથી તેના સ્ત્રી વગે રાણીને અધિક આશ્વાસન આપ્યું. વિશ્વાસુ છે હમેશ મુજબ સાર્થવાહને ત્યાં કામકાજ કરતી હતી. છેવટે અવસર પામીને સાર્થવાહે પોતાની અધમાધમ વૃત્તિને અમલમાં મુકી.
એક દિવસે રાણું પ્રભાત સમયે સાર્થવાહને ત્યાં કાર્ય કરવા માટે ગઈ. દરરોજના રિવાજ મુજબ પિતાના ગ્ય સઘળું કાર્ય કર્યું. કાર્ય સમાપ્ત થયા બાદ તેના તરફથી મળતી જન વિગેરે સામગ્રી લઈ પતિ અને પુત્રની સેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com