________________
૩ જું]
શ્રીસાર શેઠના બગીચામાં,
૨૩
સુજ્ઞ મહાશ! વિવેકી રાણી સ્ત્રી જાતી જેને લેકમાં અબળા કહેવામાં આવે છે તે પિતાનું સબળપણું કેવું પ્રકાશિત કરે છે અને પિતાના પતિ અને પુત્રનું કેવી રીતે સંરક્ષણ કરે છે તેજ જેવાનું છે.
સ્વાભાવિક રીતે જેમ પુરૂષમાં પિતાને યોગ્ય કાર્ય કરવામાં દક્ષતા હોય છે, તેમ સ્ત્રીઓમાં પણ સ્વસાધ્ય સિદ્ધ કરવાની કળા પ્રાપ્ત થયેલી હોય છે. સામાન્ય મનુષ્યથી માંડીને થાવત્ ધનાઢ્ય, રાજાઓ, મહાજાઓ અને છેવટે ચકવતી - એને પણ અધિકાર પરત્વે તે તે કલાઓમાં કુશલતા પ્રાપ્ત કરવાની અવશ્ય જરૂર છે. જેમકે-ભૂમીપતિઓને માટે નીતિપૂર્વક રાજતંત્ર ચલાવવાની કળા, શસ્ત્રકળા, રણસંગ્રામમાં વિજયપાપ્તિની કળા, ગુન્હેગારોને ઓળખવાની કળા, પ્રજા સંરક્ષણની કળા, રાજ્ય દેશ દ્રવ્યાદિ વૃદ્ધિની કળા, ઈત્યાદિ અનેક પ્રકારની કળાઓ પ્રાપ્ત થયેલી હોય તો જ સાચા પૃથ્વીપતિ કે પ્રજાના નાથ થવાને લાયક થઈ શકે છે. સામાન્ય પુરૂષોમાં પણ કુટુંબપષણ ખાતર દ્રવ્યઉપાર્જનની કળા, માતા પિતા પુત્ર કલત્રાદિ સંરક્ષણની કળા ઇત્યાદિ અનેક કળાઓ કે જે કળાએ વ્યવહાર માર્ગમાં અને ધર્મ માર્ગમાં પિષણ કરનારી હોય તેવી કળાઓની ખાસ આવશ્યકતા છે. તે કળાવાનને વ્યવહાર માર્ગ પણ જનસમૂહને અનુકરણ કરવા લાયક બની શકે છે.
જેવી રીતે પુરૂષવર્ગને અંગે જોયું તેવીજ રીતે સ્ત્રીવર્ગો પણ પોતાને ગ્ય ગૃહસંબંધી સર્વકાર્યોમાં પ્રવીણતા મેળવવી જોઈએ ત્યારે જ તેને ગૃહસ્થાવાસ શોભે છે. બાહ્ય વ્યાપારાદિ કાર્યોની કુશળતાથી પ્રાપ્ત થતી શોભા જેમ પુરૂષ વર્ગને આધીન છે તેમ ગૃહકાર્ય સંબંધી સર્વસ્વ શોભા સ્ત્રીવર્ગને આધીન છે. ભલે શ્રીમંતને ત્યાં ઉત્પન્ન થઈ હોય અને શ્રીમતાઈમાં જ ઉછરેલી હોય તે પણ બાલ્યાવસ્થામાં જ સામાન્ય કાર્યથી આરંભીને મહાન કાર્યો સુધીના સઘળા અનુભવો સુશીલ માતાએ પિતાની પુત્રીને આપેલા હોવા જોઈએ. પુત્રીની જીવનચર્યા સુખમાં નિર્ગમન કરાવવાની અભિલાષિણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com