________________
૩જુ.]
શ્રીસાર શેઠના બગીચામાં
થયેલા હોવાથી કોઈ આશ્રયની શોધ કરતા આ બગીચા લગભગ આવી પોંચ્યા. જેઓની ભવ્ય મુખાકૃતિ જેનારને આ કઈ રાજવંશીય કુટુંબના હોય તેવું સહજ ભાન થઈ આવતું હતું. તેમની લાવણ્યતા છે કે અપૂર્વ જણાતી હતી છતાં મુખ ઉપર મુસાફરીના ટાઢતડકાથી શ્યામતા છવાયેલી હોવાથી તેઓની મુખમુદ્રા કાંઈક નિસ્તેજ માલુમ પડતી, જે ઉપરથી સન્મુખ રહેલો મનુષ્ય એમ કલ્પના કરી શકે કે આ મુસાફ કઈ આપત્તિના સંકટમાં સપડાયા હશે. તેમના શરીર ઉપર રહેલાં વસ્ત્રો પણ તેવાજ પ્રકારની સ્થિતિનું વર્ણન કરી રહ્યા હતાં. થાકથી ધીમે ધીમે ચાલતા મુસાફરોએ શેઠના બગીચામાં પ્રવેશ કર્યો. શેઠની પાસે પહોંચ્યા, તેમની ભવ્ય મુખાકૃતિએ તેમના અંતરમાં રહેલા ઉજવલ શુભ ગુણોને પ્રકાશ કર્યો. દયાળુ અને વિવેકી શેઠે મુસાફરોની સ્થિતિ તેમની મુખાકૃતિ અને વેષથી જાણી લીધી. શેઠના હૃદયમાં દયાને પ્રવાહ વહી રહ્યો. ઉદાર શેઠના ઔદાર્યની પરિક્ષા તેમના આગળના વૃત્તાંત ઉપરથી વાંચકો સ્વયં કલ્પી શકશે. કૃપાવાન શેઠે મુસાફરોને રહેવા માટે એગ્ય મકાનની સગવડ કરી આપી. મુસાફરે પ્રસન્ન થયા અને દર્શાવેલા સ્થળે પિતાને ઉતારે કર્યો. શેઠ પણ પોતાના અન્ય કાર્યમાં પરોવાયે.
વાંચક મહાશ! ઉપરના વૃત્તાંત ઉપરથી સમજી શક્યા હશો કે આ મુસાફરો તે આપણી કથાના નાયક સુંદર રાજા અને તેમનું કુટુંબજ હતું. અરણ્યના માર્ગમાં ક્ષુધા તૃષા ટાઢ તડકાની દુઃસહ્ય વેદનાઓને અનુભવ કરતા પૃથ્વીપુર નગરની બહાર શ્રીસાર શેઠના બગીચામાં શેઠની કૃપાથી પ્રાપ્ત થયેલા મકાનમાં આશ્રય કર્યો. શ્રીસાર શ્રેષ્ટિ એમજ જાણતા હતા કે મુસાફરીના થાકથી થાકેલા આકઈ સામાન્ય મુસાફરોજ છે.
કર્મપરિણામના વિચિત્ર ચક્રમાં ચડેલા રાજાના અંતરમાં કુટુંબની અને પિતાની ઉદરભરણની વિચારણા કુરાયમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com