________________
RA ]
કેશાન્તર પરિભ્રમણ,
૧૯
અનુભવ કરતા માર્ગે પ્રયાણુ કરી રહ્યો છે, પરંતુ સાથે રહેલી મદનવãભા પરાક્રમી છતાં પણ સ્ત્રી જાતિને લઈને કાયર અંત:કરણવાળી અને કાઈ પણ વખતે આવા પ્રવાસ નહિ કરેલા હાવાથી થાકી ગઇ અને ચિત્તમાં સ્હેજ ગ્લાની પામી. છતાં ઉત્સાહી રાજાએ શાંતિભયાં વચનામૃતાથી શાંત કરી, ચાલુ પ્રવાસમાં ઉત્તેજીત કરી. વિવેકી રાણીને સ્થિર કરતાં રાજાને વિશેષ પરિશ્રમ પડતા ન હતા. કારણકે રાણી પાતે પણ રાજાના વિચારને અનુસરવાવાળી જ હતી. અભિલાષા થતાંની સાથે સેવકાદ્વારા જેને સુંદર ભાજનની પ્રાપ્તિ થતી હતી. ક્ષુધા અને તૃષા એ વસ્તુ શુ હશે તેને સ્વને પણ ખ્યાલ જેઆને આવી શકયા નહાતા, તે બન્ને નાના બાળકા જંગલના કાંટા કાંકરા અને કચરાવાળા વિષમ માર્ગ માં પ્રયાણ કરતાં થાકી જવાથી અને ક્ષુધા તથા તૃષાથી પીડા પામવાથી કાજનક રૂદન કરવા લાગ્યા. માતા પાસે આવી ભાજનની યાચના કરી, કંઠ શુષ્ક થઇ જવાથી પાણી માંગ્યું. સુંધા તૃષાની પીડાથી રૂદન કરતા માળકોના કરૂણાજનક અવાજથી માતાપીતાનું હૃદય ભરાઇ આવ્યું. વૈભવત્યાગ વખતે હૃદયમાં જે દુ:ખ ઉત્પન્ન નહાતું થયું તે દુ:ખ આ અવસરે ઉદ્ભવ પામ્યું. પુત્ર કલાદિ પ્રત્યે અલ્પ માત્ર પણ મેહ પ્રાણીઓને કેવી વિચિત્ર સ્થિતિમાં મુકી દે છે. આ અવસરે માતા પીતા પેાતાના બાળકોની પીડા દૂર કરવાને અને ભૂમી પર પડતાં અબિન્દુને રોકી શાંત કરવા ખાતર સ્વાદિષ્ટ લેાજન પાણી ક્યાંથી લાવી આપે. ચારે બાજુએ નજર કરી પણ સામગ્રીના અભાવે ક્ષુધા તૃષાની પીડા ભાજનદ્વારા તા શાંત ન કરી શકયાં પરંતુ ધૈર્ય પાષક મધુર વચનામૃતથી આશા આપી બાળકાના તમ અંત:કરણને શાંત કર્યાં. મુખ્ય બાળકોના હૃદયમાં તે વાચિક શાંતિ કયાં સુધી ટકી શકે. થોડા પંથ કાપ્યા બાદ ક્રી પણ ખળકા પૂર્વ સ્થિતિમાં મુકાયા. ફરીથી પણ રાજાએ ચારે દિશામાં દૂર ષ્ટિ ફેંકી, જલાશય દેખી આનંદ પામતા ત્યાં ગયા, જળ લાવી પુત્રાની તૃષા શાંત કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com