________________
સુદર રાજાની સુંદર ભાવના.
[ પ્રકરણ
જાય
મહાલયને, અન્ય સ્વજન વર્ગના, સુજ્ઞ મંત્રીઓને, સર્વ પ્રજા જનાના અને છેવટે સર્વ સુખના સાધનાને, અરે અન્ય તા દૂર રહેા, શરીરની મમત્વ દશાનેા પણ ત્યાગ કરી અવસ્થા ઉચિત વેષ ધારણ કર્યા હતા. આવી ધૈર્ય દશાના શીખરે પહેાંચેલા રાજાને પણ મેાહ પારત પથી હૃદયમાં આવા વિચારા ઉત્પન્ન થયા: “ માર્ગના શ્રમથી થાકી જનારાં અને ક્ષુધા તૃષાથી પીડાતાં શુરવીર છતાં પણ અમળા પ્રાણવલ્લભા અને કુમળાં અન્ને ખાળકોનાં રક્ષણ ખાતર થાડુ દ્રવ્ય મારી પાસે રાખું કે—જે અવસરે કામ આવશે.” રાજાની આ સર્વ આશાએ આંઝવાના નીર જેવીજ હતી, છતાં નદીના પૂરમાં ડૂબતે મનુષ્ય જેમ તરણાના આશ્રય કરવા જાય તેમ રાજાએ પ્રચ્છન્ન રીતે મૂલ્યવાન હીરાની વીંટી પાસે રાખી. મુગ્ધ ખાળકા અને સ્ત્રીના માહમાં મુંઝાયેલ રાજાને ખ્યાલ ન આવ્યેા કે રાજ્ય છે અને દારિદ્રાવસ્થા પ્રગટ થાય છે, તે અવસરે આટલું પણ દ્રવ્ય મારી પાસે કેમ ટકી શકશે ! થયું પણ તેમજ. અડે ! કર્મની કેવી વિચિત્ર સ્થિતિ ! પ્રાણી ધારે છે શુ` અને વિચિત્ર કર્મ પરિણાંમ ક્ષણ ભરમાં તે ધારણાને કેવી છિન્નભન્ન કરી નાંખે છે! એટલું પણ રાજાનું સદભાગ્ય ન હતું કે તે આંતરિક અભિપ્રાય સફળ કરવા વિટીને પોતાની પાસે રાખી શકે; દિવસે કરેલા પ્રવાસના શ્રમથી જંગલના માર્ગમાં નિદ્રાધીન થયેલા રાજાની ગુપ્ત રાખેલી વીંટી નિશાચરા ચારી ગયા. રાજાની સઘળી આશાએ પ્રલય પામી. લેાકમાં પણ કહેવત છે કે નઞીખ એ ડગલાં આગળનું આગળ.” તે અવસરે સર્વના ભાગ્યના ઉદય એવાજ હતા. જેથી રાજાની એટલી પણ આશા સફળ ન થઈ. નિદ્રામુક્ત રાજાએ ભાગ્યની સાથેજ ગએલ વીંટીની તપાસ કરી પણ ન મળી “ પડતા પર પાટુ ની જેમ રાળની સ્થિતિ થઈ, છતાં પણ પરાક્રમી ધીર વીર સુંદર રાજા ચિત્તમાં ગ્લાની નિહ પામતાં દેવી વચનાનુસાર વાસ્તવિક સ્થિતિને વિચાર કરવા લાગ્યા.
27
સત્ત્વવાન સુંદર રાજા વિશ્રાન્તિરહિત શારીરિક કષ્ટોના
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com