________________
૨૭
૨ જુ.] દેશાતર પરિભ્રમણ, કરી પૈર્ય આપ્યું. સ્વામીની આજ્ઞાપાલનમાં પિતાને ધર્મ માનતા મંત્રીએ રાજાનાં સર્વ વચનોને આદરપૂર્વક સ્વીકાર કર્યો. ત્યાર બાદ સર્વ વૃત્તાંત સુખ દુઃખની સંવિભાજક પોતાની પ્રાણપ્રિયાને જણાવ્યું. રાજવંશીય વીર ક્ષત્રીયાણીમાં તે ક્ષાત્ર તેજ ઝળકતું હતું. પતિની આજ્ઞાનું પાલન કરવું એ કુલીન સ્ત્રીઓની ફરજ છે એટલા માત્રથી જ નહિ પરંતુ જે વિચારોથી રાજાનું હદય અલંકૃત થયું હતું તે જ વિચારે રાણીના હૃદયમાં પણ સંકુમ પામ્યા. પતિના વચનને અનુસાર રાણી તૈયાર થઈ અને પિતાના બન્ને બાળકોને પણ તૈયાર કર્યા. ભાવિ અવસ્થાને ઉચિત વેષ અંગીકાર કરી, સર્વ રાજવૈભવનો તરણાની માફક ત્યાગ કર્યો. વૈભવના ત્યાગ વખતે પણ જેના મુખ ઉપરવિકારની છાયા સરખી પણ દેખાતી નથી એવા તેઓએ શાન્ત ચિતે નગરને ત્યાગ કરી, અરણ્યને માર્ગ સ્વીકાર્યો. જે રાજાને રાજમહેલની બહાર જવાની અભિલાષા થતાંની સાથે જ અનેક સુખાસનો હાજર જ હોય, એક શબ્દનો ઉચ્ચાર કરતાં જ સેંકડે સેવકોની સલામો હજુરમાં ખડી થાય, તેજ રાજાને એક પણ સેવક વિના અને વાહન વિના પગે ચાલીને અરણ્યમાં જવાને અવસર આવ્યો, અસ્તુ, તે સ્થિતિમાં પણ સાત્વિક રાજાના ચિત્તની નિર્મળતા વિનાશ ન પામે, પરંતુ જેણે કદી જનાનાની બહાર પણ પગ મુક્યા નહિ હોય, જેના સંરક્ષણની ખાતર શય સહિત સેંકડે દાસીઓ સાથે જ રહેતી હોય, તે સુકેમલ રાણી અને મુગ્ધ પુત્ર તેની શી દશા ! એક પણ દાસી વિનાની રાણી પતિની સાથે પિતાના પુત્રને આગળ કરી ચાલવા લાગી. કઠેર ભૂમિનો સ્પર્શ નહિ કરનારું અને સુકોમળ શધામાં શયન કરનારું આ રાજકુટુંબ કાંટાકાંકરા અને કચરાથી વ્યાપ્ત અને વારંવાર પગમાંથી નિકળતા રૂધીરથી લે પાતી કઠેર ભૂમી પર અવિશ્રાન્તપણે ગમન કરવા લાગ્યું.
કમપરિણામ રાજા આ સંસાર નાટયભૂમી પર જેટલા નાટક ન કરાવે તેટલાં ઓછાં છે. રાજાએ રાજાનો, રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com