________________
કેશાન્તર પરિભ્રમણ તેનાથી ભય પામતા હોય તેમ દૂર નાશી જાય છે. વિષમ કાર્યસિદ્ધ કરતાં કદાચ માર્ગમાં વિન આવે તે તેને ઉચ્છેદ કરવાને માર્ગ પણ સહેલથી શોધી શકે છે, જ્યાં તે કાર્ય કરવાની તીવ્ર ઉત્કંઠા નથી હોતી ત્યાં પ્રતિબંધક ન હોય તોપણ આશંકા ઉત્પન્ન થાય છે અને ભયથી આ કાર્ય મારાથી નહિ બની શકે, આવા નિર્માલ્ય ઉદ્ગારે જાહેર કરે છે, ત્યારે આ સુંદર રાજાના હૃદયમાં તીવ્ર અથીપણું પ્રગટ થયું હતું અને પરાક્રમ પણ તેવું હતું. જો કે એકલું પરાકમ કાર્યસાધક હોઈ શકતું નથી. પરાક્રમ સાથે વિવેકની પણ જરૂર છે. વિવેકવિનાનું કેવળ પરાક્રમ મદોન્મત્ત હસ્તીસમાન છે. તેનાથી લાભની પ્રાપ્તિ નહિ પણ કેવળ નુકશાન જ થાય છે, તેમજ એક્લે વિવેક હોય અને પરાક્રમ ન હોય તો તે પણ કાર્યસાધક હોતો નથી. શસ્ત્રકલામાં પ્રવીણ અને દુશ્મનને જીતવાની વિધિ જાણતા છતાં રોગગ્રસ્ત શચ્યામાં સૂતેલે શી રીતે દુશ્મનને ય કરી શકે? આ રાજામાં ઉભય ગુણ અસ્તિત્વ ધરાવતા હતા. આ દુનિયામાં વિવેકી પ્રાણીઓ પિતાના પરાક્રમથી શું શું કાર્યો નથી કરી શકતા ! કહ્યું છે કે –
"विजेतव्यालंका, चरणतरणीयो जलनिधिविपक्षः पौलस्त्या रणसुविसहायाच कपयः। तथाप्याजौ रामः, सकलमवधीद्राक्षसकुलं; क्रियासिद्धि सत्त्वे वसति महतां नोपकरणे ॥"
ભાવાર્થ-શસ્ત્ર આદિ ઉપકરણે વિજય પ્રાપ્ત કરવામાં જેટલા સહાયક છે તેના કરતાં પરાક્રમ વિશેષ કાર્યસાધક હોઈ શકે છે. કેટલીક વખતે તો શસ્ત્રઆદિ સામગ્રી સહિત લશ્કરને માટે સમુદાય વિદ્યમાન છતાં, નિષ્પરાક્રમતાને લઈને અ૫ સામગ્રીવાળા પરાક્રમી શત્રુઓ કે–જેના વિજયની સ્વમમાં પણ સંભાવના ન થઈ શકે તેવાઓ પણ વિજય પ્રાપ્ત કરે છે. આથી ખરેખરી ક્રિયા સિદ્ધિ સત્ત્વમાં રહેલી છે; નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com