________________
Nvvvv
wwwwwwwwww
૨ જું, 3 દેશોનર પરિભ્રમણ. કરે છે. તેવી જ રીતે જ્યારે પરાક્રમી સુભટો શત્રુની સન્મુખ જઈ શત્રુ તરફથી ફેંકાતા તિક્ષણ શસ્ત્રના પ્રહારે સહન કરે છે અને શરીરમાંથી નિકળતા રૂધીરની પણ દરકાર કર્યા વિના શ તરફ જ દષ્ટિ રાખી પિતાના અમોઘ શસ્ત્રને ઉપયોગ કરતા આગળ ધસ્યા જાય છે, શરીરસંરક્ષણને એક પણ માર્ગ નહિ શોધતાં સીધા શત્રુન્યમાં કેશરી કરીને પડે છે, અને તે જ શુરવીર શત્રુને પરાજય કરી વિજય પતાકા આકાશમાં ફરકાવતે અને દિગંતરમાં કીર્તિપટને વિસ્તારો અનેકને આનંદમગ્ન કરે છે, ત્યારે નિ:સત્વવાન શત્રુ સૈન્યમાં રહેલા બળવાન સુભટેના અને તેમના ભયાનક શસ્ત્રોના દર્શનથી જ ભયની આશંકા કરે અને માર્ગે ચાલતાં છુપી રીતે શરીર સંરક્ષણના છીદ્રો શોધતે, રણસંગ્રામમાં સુભટો સાથે પ્રયાણ કરે છે અને જ્યારે તેવો બારિક સમય આવે ત્યારે છુપી રીતે ચેરની માફક નાશી જાય છે. આવા નિમીત્ય સુભટ કદી પણ શત્રુને પરાજ્ય કરી વિજયપતાકા ગ્રહણ કરી શકતા નથી. - શૂરવીર સુંદર રાજાના હૃદયમાં એજ વિચારણું ઉત્પન્ન થઈ કે-“આ દુનિયામાં જે પ્રાણીઓ જન્મ પામી આપત્તિ, મૃત્યુ અને શત્રુઓથી ભયભીત થઈ આંતરિક બળ ગુમાવી દે છે, તેના જેવા પરાકમહીન બીજા કોણ હોઈ શકે ! ત્યારે ખરેખરા શુરવીર સુટ તે તેજ છે કે-જેઓ આપત્તિ, મૃત્યુ અને શત્રુઓની સન્મુખ ગમન કરે છે, તેનાથી પરાજય નહિ પામતાં તેને પરાજય કરવા સામા ધસે છે અને પિતાનું પરાક્રમ ફેરવે છે. માટે સાચા સુભટે તે અવશ્ય તેની સન્મુખજ ગમન કરવું જોઈએ.” વિચારવંત અને વિવેકી રાજાના હૃદયમાં આ વિચારો ઉપસ્થિત માત્ર થયા એટલું જ નહિ, પરંતુ તેને અમલમાં મુકવા માટે કટીબદ્ધ થયે. ઉત્તમ પ્રાણીઓના આચારવિચાર અને વાણીમાં પ્રાય: ભિન્નતા હતી જ નથી. જેમ ડરવીર ગુલાટ રણવાજીંત્રના નાદથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com