________________
દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ચૌદસે ચુંમાલીશ ગ્રંથ રત્નોના પ્રણેતા સૂરિપુરંદર શ્રીમાન હરિભદ્રસૂરિજી પણ દર્શાવે છે જે –“વચમ િવ તારારાતે નિચમતઃ તેથઃ” મતલબ કે કથની અનુસાર રહેણુની અવશ્ય જરૂર છે. | મુનિરાજશ્રી સત્યવિજયજીએ છેડ છાની તપશ્ચર્યા કરવા માંડી. ઈલિલુપતાને દેશવટો દઈ અરસવિરસ આહારને ઉપભોગ કરવા લાગ્યા અને પિતાની દેશનાશકિતએ અનેક ભવ્યાત્માઓને પ્રભુ પ્રણિત પરમ શુદ્ધ માર્ગને ઉપદેશ આપી વિશુદ્ધ માગ ના પ્રવાસી બનાવ્યા. ત્યાંથી મારવાડમ વિચરી મેતા, નાગર, જોધપુર, જત, સાદી વિગેરે સ્થલોએ ચોમાસા કર્યા. આ અવસરમાં સંવત ૧૭૨૯માં શ્રીવિજયપ્રભસૂરિજીએ સેજમાં એમને પંન્યાસપદ સમર્પણ કર્યું.
મારવાડમાં અનેક પ્રકારના લાભ કરી અનેક પ્રાણીઓને શુદ્ધ ધર્મમાર્ગમાં જેડી તેઓશ્રી વિચરતા વિચરતા અનુક્રમે ગુજરાતમાં આવ્યા અને પાટણ, રાજનગર વિગેરે સ્થળોમાં ચાતુર્માસ કરી વિરોધી વર્ગોના અનેક ઉપસર્ગો સહન કરી, યોગ્ય માર્ગને ઉપદેશ કરી, સમતા સાગર, સરળ પરીણામી ગુરૂ મહારાજા ૨૨ વર્ષની ઉમ્મરે સંવત ૧૭૫૬ ના પિષ શુદિ ૧૨ અને શનીવારે સિદ્ધિયોગે ચાર પાંચ દિવસની માંદગી ભોગવી નિર્વાણ પામ્યા.
તેમની પાટે કર્ખરવિજયજી થયા એમને જન્મ પાટણ પાસે વાગરાડ ગામમાં થયો હતે એમણે પણ ૧૪ વર્ષની ઉમરે સં. ૧૭૨૩ ના માગશર શુદિમાં પાટણમાં દીક્ષા લીધી ૧૭૭૫ ના શ્રાવણ વદિ ૧૪ ને સોમવારે પાટણમાં એમને દેહોત્સર્ગ થયો.
તેમની પછી અનુક્રમે ક્ષમાવિજયજી, જિનવિજયજી, ઉત્તમવિજયજી, પદ્મવિજયજી અને રૂપવિજયજી થયા. આ ભાડાત્માઓમાં શ્રી સત્યવિજયજીના જીવનચરિત્રની રૂપરેખા નિર્વાણરાસ તરીકે શ્રી જિન લખી છે. શ્રી કરવિજ્યજી તથા સમાવિજયજીની જિનવિજયજીએ, જિનવિજયજીના જીવનચરિત્રની રૂપરેખા શ્રી ઉત્તમવિજયજીએ, ઉત્તમવિજયજીની પદ્યવિજયજીએ અને પદ્મવિજયજીના જીવનચરિત્રની રૂપરેખા શ્રી રૂપવિજયજીએ લખી છે.
રૂપવિજયજી મહારાજના શિષ્ય શ્રી કીર્તિવિજયજી મહારાજ એમનો જન્મ ખંભાતમાં સંવત ૧૮૧૬ માં વિશાશ્રીમાળી જ્ઞાતિમાં થયો હતો. ગૃહસ્થાવસ્થામાં એમનું નામ કપૂરચંદ હતું. ૪૫ વર્ષની ઉમ્મરે પાલીતાણામાં શ્રી રૂપવિજયજી મહારાજ પાસે દીક્ષા અંગી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com