________________
સુદર રાજાની સુંદર ભાવના.
[ પ્રકરણ અતિ પ્રસન્ન થયા, રોમાંચ વિકસ્વર થયા અને વંદન, ધર્મ શ્રવણની તીવ્ર ઉત્કંઠા જાગૃત થઇ. મહાન પ્રયત્ને માતા પીતાને સમજાવી ભગવાન પાસે જવા નિકળ્યેા. મુદ્ગરપાણી યક્ષાધિષ્ઠિત અર્જુનમાળી મેાગર ઉલાળતા સુદર્શન સન્મુખ આવ્યા. સુદર્શને મરણાંત કષ્ટ જાણી સાગારી અનશન કર્યું. ' સુદર્શનના પુન્યપ્રભાવે યક્ષ કાંઇ પણ કરી શકયા નહિ, પરંતુ તેનું તેજ સહન ન કરી શકવાથી અર્જુન માળીના અંગમાંથી નીકળી ચાલ્યા ગયા. ત્યાર પછી સુદર્શનના સુખથી પોતાના સઘળા સમાચાર જાણી અર્જુન માળીને પોતાના પાપના પશ્ચાત્તાપ થયા અને સુદર્શનની સાથેજ ભગવાનનાં ઃશન કરવા ગયા. દેશના સાંભળી, ચારિત્ર અંગીકાર કર્યું. આત્મશુદ્ધિના માર્ગે પ્રયાણ કરી સ્વકાય સાધી શકયા. આવી રીતે સુદર્શન ને ક્રુર યક્ષ પણ કાંઇ કરી શકયા નિહ. કેમ કે પુન્યશાળીઓને કાઇપણ સ્થળે દુખ નથી. એક સ્થળે એક કવિશ્રીએ કહ્યું પણ છે કે:—
'
"
" मुदितान्यपि मित्राणि, मुक्रुद्धाचैव शत्रवः । नहीमे तत्करिष्यन्ति यन्न पूर्वं कृतं खया ॥ " ભાવાર્થ જો પૂર્વ તથાપ્રકારનું સહર્તનઢારા પુન્ય ઉપાર્જન ન કર્યું હોય તે અતિ પ્રસન્ન થયેલા તારા પ્રિય મિત્રા સામર્થ્યસપન્ન હાય તે! પણ તને લેશ માત્ર પણ શાંતિ નહી કરી શકે, તેવીજરીતે જે પૂર્વ તથાપ્રકારનુ વિરૂદ્ધ આચરણદ્વારા અશુભ કમ ઉપાર્જન નહિ કર્યુ હાય તેા ક્રોધાયમાન થયેલા તારા કાર અંત:કરણવાળા શત્રુએ પણ અલ્પમાત્ર પરાભવ નહિ કરી શકે.
ઉપર્યુક્ત વૃત્તાંતથી જાણી શકાય છે કે તથાપ્રકારની સુખ સામ્રાજ્યની સંપ્રાપ્તિ, ધન ધાન્ય પુત્ર કલત્રાદિ પરિવારના ચિરસ્થાયિ સમાગમ, તથા તેજ સોંપત્તિના અસદ્ભાવ અને પ્રિય વસ્તુને વિયેાગ આ સર્વે પેાતાના શુભાશુભ અનુષ્ઠાનદ્વારા ઉપાર્જન કરેલા પુણ્ય અને પાપનેજ આધીન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com