________________
૧] શયન મદિરમાં કુળદેવી ભવના સ્નેહી હાય યા પિતાના સ્વજન વર્ગ હોય. તેઓને સુખી કરવાની પિતાની તીવ્ર ભાવના અંતરમાં જ વિલય પામે છે. તે ભાવના સફળ કરવાને કોઈ પણ મારે તેમને મળી શકતું નથી. દષ્ટાંત તરીકે આપણે જાણીએ છીએ જે ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવના બંધુ બળદેવ ચારિત્ર અંગીકાર કરી, પરિષહ ઉપસર્ગો સહન કરી, વિશુદ્ધ ચારિત્ર પાલનના પ્રભાવે પંચમ દેવલોકમાં દેવતા થયા. અવધિજ્ઞાનથી ત્રિીજી નારકીમાં વિષમ સંકટ સહન કરતા પિતાના કૃષ્ણ બધુને જોઈ હદય દુખી થયું. બંધુને નરક દુ:ખમાંથી મુક્ત કરવાની પ્રબળ ઇચ્છાવાળા બળદેવ અનેક દેવતાઓના સ્વામી છતાં પણ કૃષ્ણનું દુઃખ દૂર કરવા સમર્થ થયા નહિ. દેવકમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો તેનાથી કૃષ્ણને અધિક અધિક દુખ થવા લાગ્યું. છેવટે કૃષ્ણ બંધુને કહ્યું ભાઈ! મને છોડી દે, તારા આ પ્રયત્નથી મને અધિક દુઃખ થાય છે. ઉપાર્જન કરેલાં અશુભ કર્મનાં ફળ ભેગવવા પડે છે, કર્મ પરિણામની પ્રબળ સત્તાને ઉચ્છેદ કેઈથી પણ થતું નથી, દુષ્કમના ઉદયે પ્રાણીઓ આવી વિચિત્ર દુર્દશાને અનુભવ કરે છે.
આ ઉપરથી આપણે જાણી શક્યા કે પાપના ઉદયે સમર્થ દેવતાઓ પણ સહાય કરી શક્તા નથી. પ્રબળ પુદયે અલ્પ સામગ્રી છતાં પરાક્રમી યોદ્ધાઓ સામે વિજય મેળવી શકાય છે, કોપાયમાન થયેલા દુશમનો પણ લેશ માત્ર વિરૂપ આચરણ કરી શકતા નથી, સમથે ઇંદ્ર પણ જેને વકે વાળ સરખે પણ કરી શકતા નથી, જેનું જવલંત દ્રષ્ટાંત ત્રણ જગતના નાથ અંતિમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામિ મહારાજા ભવ્ય કમલ વનને પ્રફુલ્લિત કરતા રાજગૃહી નગરીની બહાર ઉદ્યાનમાં સમવસર્યા. તે અવસરમાં દરરોજ છે પર અને એક સ્ત્રીની હત્યા કરનાર અજુન માળીના ભયથી કોઈપણ મનુષ્ય વંદન કરવાને માટે જઈ શક્યું નહોતું; પરંતુ સુદર્શન શ્રેષ્ટિએ ભગવંતનું આગમન સાંભળ્યું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com