________________
૧ લું] શયન મંદિરમાં કુળદેવી. અર્થાત્ જેના ગુણની પ્રશંસા દેશદેશાંતરમાં તે દૂર રહો પરન્તુ દેવલોકમાં પણ પહોંચી.
એક દિવસ લગભગ મધ્યરાત્રીના સમયે રાજાના શયન મંદિરમાં સૌદર્યવાન અને તેજસ્વી કોઈ સ્ત્રીએ પ્રવેશ કર્યો. રાજા નિદ્રાહિત જાગતે બેઠા હતા, દિવ્યરૂપવાન સ્ત્રી એકદમ રાજા સન્મુખ આવી પહોંચી. જેની તેજસ્વી મુખમુદ્રા ઉપર શોકનાં ચિન્હો સ્પષ્ટ રીતે દષ્ટિગોચર થતાં હતાં, જેનું હૃદય પણ દુખાકાન હોવાથી વિલ્ડલ જણાતું હતું. રાજાએ સમુખ રહેલી સ્ત્રીને જોઈ.
વાંચક મહાશ ! રાજા સન્મુખ રહેલી સ્ત્રી તે કઈ માનુષી નડતી; પરંતુ રાજાની કુળદેવી પ્રત્યક્ષ થઈ રાજા પાસે આવી હતી. શાકાકાન્ત હૃદયવાળી કુળદેવીએ મ્યાન મુખે નીચેની હકીકત જણાવી.
રાજન ! હું તારી કુલપરંપરાની રક્ષક કુળદેવી છું. શેકેજનક વૃત્તાંત દર્શાવવા તારી પાસે આવી છું, જો કે તે હકીકત દર્શાવતાં મારું હૃદય ભરાઈ આવે છે, જીહા ઉપડતી નથી, છતાં નિરૂપાયે તે જણાવવું પડે છે, તે જણાવ્યા વિના ચાલી શકે તેમ નથી. જ્ઞાન દ્વારા જે હકીક્ત મેં જાણી છે તે હું તારી સમક્ષ સ્પષ્ટતાથી પ્રતિપાદન કરું છું. અવનિપતિ! અલ્પ સમયમાં તારું સુખપૂર્ણ જીવન દુ:ખમય બનશે. રાજભવના સુખનો અનુભવ જે તું કરે છે તે સવ સુખ તાળ દષ્ટિપથથી દૂર થશે અને દુઃખના મહાન વિષમ ડુંગરો તારી નજર આગળ તરવરશે. તારા સુખનો ઉચ્છેદ અને દુઃખમય સ્થિતિ જોઈ મારૂં હદય કંપે છે. સુખની અવિચ્છિન્ન પરંપરાનો ઉચ્છેદ અટકાવવાને માટે અને ભાવી સંકટને ઉચ્છેદ કરવા માટે ચારે બાજુએ આવકન કરતાં એક પણ માર્ગ મળી શકતા નથી. હૃદયગત સુંદરભાવના સફળ થાય તેવો સમય મારી નજરે આવી શક્તિ નથી. અમે દૈવી પરાકમસંપન્ન દેવતા છતાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com