________________
સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ બ્રહ્મચારી કાંઈ ઓછા પુન્યના ભાગીદાર નથી થતા. જેમ રણસંગ્રામમાં શત્રુ સન્યની સન્મુખ છાતીએ જનારા શત્રુઓને કદી પણ પોતાની પીઠ નહિ દશાવનારાઓમાંજ મુરવીરપણું, નીડરપણું ઈત્યાદિગુણોની વિદ્યમાનતા માની શકાય છે, તેવી જ રીતે અન્ય સ્ત્રી પ્રત્યે તેનાથી ઉલટું જ વર્તન કરનાર અર્થાત્ તેમના પ્રત્યે માતૃભાવ યા ભગિનીભાવ ધારણ કરતા પિતાની છાતી નહિ દશાવનારા, પ્રાણ જવા સુધીના કટોકટીના પ્રસંગે પણ પોતાના કુળને કલંકિત નહિ કાશ, સ્વધર્મથી અવિચલિત દષ્ટિવાળાઓમાંજ સાચી શૌર્યતા, નિડરતા અને અજેયતા માનવામાં આવે છે. તે મહાન તેજવીઓના પ્રત્યે રાજા મહારાજાઓ મનુષ્યો તે દૂર રહો પણ મહાન પુન્યશાળી ઋદ્ધિપૂર્ણ દેવતાઓ અને અનેક દેવ દેવીઓના સ્વામી દેણ વાસલ્યભાવ ધારણ કરે છે, ચરણકમલની સેવા કરે છે અને દરેકે દરેક કાર્યમાં સહાય કરે છે. સ્વકાન્તાસંતેષી પુરૂષ યા સ્વકાન્તસંતોષી સ્ત્રી પ્રત્યે વિધિ પણ અનુકુલ થાય છે. જેઓના સદ્વર્તનના પ્રભાવે વિષમ કાર્યો પણ નિર્વિને સમાપ્ત થાય છે. અસહ્ય અથવા દુઃસહ્ય સંકટ પણ દૂર ચાલ્યા જાય છે. ભયાકાત અટવી પણ નિર્ભય રીતે ગમન કરવા લાયક થઈ જાય છે શાસ્ત્રોમાં એ મહાનુભાવોનાં અનેક જવલંત દષ્ટાંતો દર્શાવવામાં આવ્યાં છે. અનેક સતીશીરામણી સ્ત્રીઓએ પિતાના સતીત્વના પ્રભાવે મહાભારત કાર્યો કર્યા છે, અને અનેક દુખીઓને દમ મુકત કર્યા છે. તેવી જ રીતે શીલવાન પુરૂષોએ પણ પિતાના આચાર વાણી અને કાર્યો દ્વારા સમગ્ર ભૂમંડલને આશ્ચર્યમક્સ કર્યું છે. હૃદયની ઉચ્ચતમ ભાવનાપૂર્વક તે પરનારીસહાદરવ્રતનું પાલન કરતા અને નીતિથી રાજ્યપાલન કરતા સત્ત્વશાલિ રાજાની ઊર્તિ દિગંતરમાં વિસ્તાર પામવા લાગી. ઉત્તમ સ્વામિની પ્રાપ્તિથી અત્યંત હર્ષ પૂર્ણ હદયવાળી કીર્તિદેવીએ આકાશમંડળમાં પણ પિતાનું નૃત્ય શરૂ કર્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com