________________
૧ લું] શયનમંદિરમાં કુળદેવી. પાલનમાં આનંદ માનતી હતી અને એક અવાજે તેના ગુણેનું યશોગાન કરતી હતી. પ્રજાને સંપૂર્ણ વિશ્વાસ હતો કે અમારા રાજા જે કાંઈ અને ફરમાવે તેમાં અમારું શ્રેય રહેલું છે, kી પણ અમને તે ઉન્માર્ગ ગમન નહિજ કરાવે કહ્યું છે કે-“TUT: પૂનાથા, કુળપુ f૪ ના વા:” ગુણવાનું પ્રાણીઓમાં રહેલા તેમના ઉચ્ચતર ગુણોજ તેમની પૂજનીયતાના પ્રતિપાદક છે, નહિ કે તેઓને વેષકે તેઓની ઉમ્મર ગુણાનુરાગી કે ગુણપક્ષપાતીની દષ્ટિ માત્ર તેમના ગુણ પ્રત્યેજ હોય છે, જે તેના શરીર ઉપર રહેલા સુંદર વિષાકથી ક્ષત્રીય વીર જણાતો હોય, સુંદર જવાહર અને સુવર્ણ રત્નના આભૂષણથી અલંકૃત હોય, યાતો જીર્ણપ્રાય અને અનેક જગ્યાએ સાંધાવાળા મલીન ચીવર ધારણ કરવાથી દીનદુ:ખી કંગાલ જેવો જણાતો હોય. ભલે તે વૃદ્ધ હોય કે યુવાવસ્થાના સંદર્યથી વિભૂષિત હોય અથવા તે બાલચેષ્ટામાં રમણ કરનારો બાળ હોય. વિવેકી પ્રાણીઓની દષ્ટિ આ સર્વ અવસ્થાઓની ઉપેક્ષા કરી એકાંતગુણગ્રાહિUજ હોય છે.
ગુણસમૂહથી ભરપૂર રાજાના અંતરમાં લકત્તર અને સર્વગુણશિરોમણી એવો એક અસાધારણ ગુણ હતું કે જે ગુણનું નામ શ્રવણ ગોચર થતાં તે ગુણધારી રાજા પ્રત્યે પૂજ્યભાવ ઉત્પન્ન થયા વિના ન રહે. જે મહાન ગુણની મુક્તકઠે પ્રશંસા કરી સમર્થ અને સાતિશય જ્ઞાનસંપન્ન પૂર્વઋષિઓએ પિતાની જીન્હા પવિત્ર કરી અને સમર્થ શાસ્ત્રકારોએ લેખીની દ્વારા તેને ઉલ્લેખ કરી, પોતાના કર કમલેને પાવન કર્યા, તેજ પરનારી સહોદર ગુણ રાજના નિર્મલ હદયમાં રગે રગે પરિણમેલ હતા. વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલક અનલ પુન્યના સંપ્રાપક થાય એ નિ:સંશય વાત છે; પરંતુ માત્ર અન્ય સીથી પરાગમુખ એટલે અન્ય સ્ત્રીને પિતાની માતા યા ભગની તુલ્ય માનનાર એટલે કે દેશથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com