________________
સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ : વિદ્રાન કવીશ્વરો પણ દર્શાવે છે કે-“જીત્રાકૃતિex ; ગુor affઘણું કરીને આકૃતિને અનુસાર ગુણસમૂહની સ્થિતિ જોવાય છે. વ્યવહારમાં પણ એજ સ્થિતિ જોવામાં આવે છે, સ્વભાવતઃ જનસમૂહ, આનંદી સ્વભાવ અને ભવ્ય આકૃતિ અનુસાર વિશિષ્ટ ગુણાનું તેમનામાં અનુમાન કરે છે; આથી જ રાજાને આનંદી સ્વભાવ, અને હર્ષપૂર્ણ છાયાથી વિભૂષિત મંદહાસ્ય યુક્ત મુખાકૃતિ, આંતરિક ઉચગુણનું પ્રતિપાદન કરતાં હતાં.
તે ઉદાત્ત ઔદાર્યા ગુણ વિભૂષિત સુંદર રાજાને, સભાગ્યની ભૂમિકા, માનસિક વાચિક અને કાયિક વિશુદ્ધિપૂર્વક - તીત્વનું સ રક્ષણ કરનારી, દિવ્યવાજીંત્રમાંથી નિકળતા સુંદર સ્વરસમાન સુપષ્ટ અને મધુર વચનામૃતથી અને અકુંઠિત ભક્તિથી, પ્રિયપતિને નિમ આનંદ ઉત્પન્ન કરનારી, રાજવંશીય સતી શિરમણ મદનવલ્લભા નામની એકજ રાણી હતી. પ્રભાવસંપન્ન રાજાના અંતઃપુરમાં, અને મનમંદિરમાં, માત્ર એકજ મદનવલ્લભા હતી. રાજાના ઉચ્ચગુણથી આકર્ષણ કરાયેલી અનેક રાજકન્યાના પાણીગ્રહણની વિજ્ઞપ્તિઓ રાજાઓ તરફથી આવતી હતી, પરંતુ એક પત્નિવ્રતધારી રાજા સર્વ વિજ્ઞપ્તિએને ગ્ય પ્રત્યુત્તર આપી સર્વને પ્રસન્ન કરતે હતો. અનુક્રમે સાંસારિક જીવન વ્યતીત કરતાં સતી શીરેમણ રાણની કુક્ષીરૂપ માનસરોવરમાં હંસ સમાન વિનયી અને વિવેકી, પોતાના આદર્શ જીવનથી સર્વને આશ્ચર્ય મગ્ન કરનાર, સ્વકુળને ઉન્નતિના શિખર પર આરોહણ કરાવનાર, કુળલફમીના મુકુટ સમાન, બે પુત્ર થયા. મહાન વિભૂતિથી પુત્રનો જન્મ મહોત્સવ કર્યા બાદ, રાજાએ બને પુત્રોનાં અનુક્રમે કીર્તિપાલ અને મહીપાલ નામ ધારણ કર્યા, નીતિધર્મ પાલક ધસી રાજાના ઉદાર હૃદયમાં અનેક વિશિષ્ટ પુણોનો વાસ હતો અને તેથી જ તે સર્વ જનમાન્ય . અનુલ્લંઘનીય વાવાળે હતે. સર્વ પ્રજા તેની આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com