________________
સુંદરરાજાની સુંદરભાવના..
યાને
શીલસત્ત્વની કસોટી,
પ્રકરણ ૧ લ
શયનમંદિરમાં કુળદેવી. ** મનહર વૃક્ષ નિકુંજોથી ઉપશેભિત, સુરમ્ય હરીઆળા ઉદ્યાન પ્રદેશેાથી સુથેભિત, ચિત્તા ક અને આનંદદાયી મહાન નગરાથી અલંકૃત, અવૃષ્ટિ અને અતિવૃષ્ટિના પરિતાપરહિત, સર્વ દેશમાં પ્રાધાન્યપદ ધારણ કરનાર, આ ભૂમંડળ ઉપર અંગ નામના એક વિશાળ દેશ હતા. જેમાં સમગ્ર રાષ્ટ્રના મડનભૂત, સર્વ નગરમાં શિરામણી, સુખસમૃદ્ધિથી પરિપૂર્ણ, દેશાન્તરીય જનોને આશ્રયદાતા, વિસ્તીર્ણ અને ગગનાવલમ્બી દેવમદીરા, રાજમહાલયા, અને મહાન્ ધનાઢયાની સુંદરગૃહપક્તિથી, અનેક પ્રકારની દર્શનીય સામગ્રી, આથી પરિપૂર્ણ ધારાપુર નામની એક નગરી છે. જે દેશની રાજધાનીનું શહેર છે. ત્યાં પરાપકાર પરાયણ, પરાક્રમશાળી, નીતિનિપુણ, નગર જનાને આનદદાયી સુંદર નામના રાજા રાજ્ય કરતા હતા; જેની હૃદયાન્તર્ગત ઉચ્ચતર ભાવનાઓની સુંદરતા, મુખકમલથી ઝરતા વચનામૃતાની મધુરતા, ભવ્યસુખકમલની સુરમ્યસારભતા, અને તેજસ્વી તથા મનહર શરીરની ભવ્યતા અલૈાકિક હતી; જેની રાજ્ય પાલનની અલૈકિક કળા સર્વ પ્રજાના અંતકરણને આશ્ચર્ય મગ્ન કરતી શુભ આશીર્વાદને જન્મ અપાવતી હતી. સર્વ પ્રજા જેના દર્શનની ઉત્કટ ઉત્કંઠા ધરાવતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com