________________
૪૦
પ્રસ્તાવના.
ભલભલા સર્વ શાલીઓને હંફાવે તે આપત્તિઓની સામે થઈને તેને આપણા ચરિત્રનાયક શાંતિપૂર્વક સહન કરી લે છે, સહન કરી આપત્તિઓના ભર દરિયાની સામી પાર ઉતરી જાય છે. એ બધું તેનું શૌર્ય અસાધારણ જ કહેવાય. આપણો કથાનાયક એક રાજાધિરાજ છે. પોતાના શયન મંદિરમાં કુળદેવોનો દેશ સાંભળી તે જે ધયતા જાળવે છે, અરે ! એટલું જ નહિ પણ દુ:ખની સામે દુઃખને સામા પુરમાં તરવાનો જે એ નિશ્ચય કરે છે તે તો ખરેખર તેણે કાઈ અજબજ કાર્ય કરેલું છે. સુંદર રાજની ધર્મપત્નિ રાણી મદનવલ્લભા એક અબળા છે, તેણીની પવિત્ર પણ લાવણ્યમયી દેવમૂર્તિ ઉપર અપાર સંકટ આવી પડે છે, છતાં સંકટ સમયની તેણીની શાંતિ, શીલ સંરક્ષણ માટે તેણીએ દર્શાવેલું અદ્દભુત શૌર્ય, તેણીની ધીરજતા આપણી ચંચળ અને પામર મનોદશાને હેરત પમાડનારી છે. – તે પુરાતન કાળની સતીઓના સતીત્વની દિવ્ય પ્રભા વ્યક્ત કરનારી છે. કર્મની વિચિત્ર ગતિથી શ્રીસાર શેઠના બગીચામાં મહેનત મજુરી કરી કુટુંબનું ભરણપોષણ કરનાર એજ સુકુમાર રાણી મદનવલ્લભાનું સ્નેહ ભર્યું વર્તન, સુખ અને સંતોષ માનનારે ઉદાર અંતઃકરણ તેણીની પ્રતિભક્તિ તથા બાલુડાંની પ્રેમ ભરી ઉછેર, (આધુનિક) જનતાને વ્યવહારકુશળતા, કુટુંબ વાત્સલ્ય અને ગંભીરતાના અનુપમ પાઠ શીખવે છે. વળી આ વાર્તામાં આવતા શ્રીસાર શેઠનો ધર્મ પ્રેમ, આત્રિત વત્સલના અને ઉદાર ચરિતતા ઘણી અનુમોદનીય તેમજ અનુકરણીય છે. સુંદરરાજાના રાજ્યપાટ છોડી ગયા પછી સુબુદ્ધિ મંત્રીને કાર્યભાર, તેની બુદ્ધિમત્તા, કાર્ય કુશળતા, સ્વામી પ્રત્યે તેનો અવિહડ પ્રેમ, સ્વામીની ચરણ પાદુકો પ્રત્યક્ષ તેની આજ્ઞા ધારકતા વિગેરે વિશિષ્ટ ગુણે જનતાના કર્ણ યુગલોમાં કૃતજ્ઞતા તેમજ સાચા સ્વામી સેવક ભાવનો મધુર રણકાર આજે પણ રણઝણાવી શકે છે:
વળી આપણુ કથા નાયક સુંદર રાજા એક પવિત ધારક છે, એ તેના સંતોષની અવધિ સુચવે છે. રાજાના રૂપ લાવણ્ય ઉપર મોહિત થયેલી દેવરમણી તેને કસાવવા માટે ઘણા હાવભાવ કરે છે, કંદર્પ દીપક મીઠાં વચનો, તથા કાપાદક ચેષ્ટાઓ કરે છે - આકાશ પાતાળ એક કરી નાખે છે છતાંયે તે પ્રલે ભનોમાં પોતાનું સ્વર નહી ગુમાવનાર, અરે એટલું જ નહિ પણ નિષ્ફળ જવાથી વિકરીને તે દેવરમણ કથા નાયક ઉપર સિતમ ગુજારે છે તે છેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com