________________
૩૫
^^^^^^^^^^
v૧૧/૧/w
દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. હતી એ એમના અન્ય અન્ય સમુદાયના મુનિઓ સાથેના સહવાસોથી જાણી શકાય છે. ડહેલાના કે વીરના કે લુહારની પોળના સાગર સમુદાથના કે વિમળ સમુદાયના સઘળા મુનિઓ સાથે વિચર્યા છે. અને ચોમાસાંઓ પણ તેમની સાથે કર્યા છે. વળી પાછળ જણાવ્યા મુજબ ખાતર ગચ્છીયમુનિ સાથે પણ સમેત શિખર પર્વતને વિહાર કર્યો, તેમની પ્રીતિ સંપાદન કરી, આટલું છતાં પણ શ્રદ્ધા અને આચારમાં ખામી ન આવી. અન્યનું કાર્ય કરવામાં કેટલી બધી તીવ્ર અભિલાષા કે
જ્યારે મુનિવર્ય શ્રી સિદ્ધિવિયજીને દીક્ષા આપી ત્યારે પોતાની લગભગ બાસી વર્ષની પૂર્ણ વૃદ્ધાવસ્થા અને શરીર બીલકુલ અશક્ત છતાં રાંદેરમાં રત્નસાગરજી મસાના દર્દથી પીડાતા હતા તેમની સેવા કરવા માટે પોતાની શારીરિક સ્થિતિને વિચાર કરતાં મુનિવર્યશ્રી સિદ્ધિવિજયજીને તેમની પાસે મોકલ્યા. તેઓ એકલા જઈ શકે એમ ન હોવાથી સાથે પોતાના બીજા શિષ્ય શુભવિજયજીને પણ મોકલ્યા. જો કે આવી અવસ્થામાં ગુરૂવર્યને છોડી જવું એ તેમને ભયંકર લાગ્યું, છતાં ગુરૂઆશાને આધીન થઈ વિનિત શિષ્ય ગુરૂને વંદના કરી, તેમની આજ્ઞાથી વિહાર કર્યો. હૃદય ભેદાયું પરંતુ ગુરૂ આજ્ઞાપાલનમાં સ્વકર્તવ્યને અધિક ગણતા થ્યા તો પડયા, ટા પડયા પડયાજ, પછી ગુરૂ શિષ્યનો મેળાપ ન થયો. અન્યની સેવા માટે આવા સ્વાર્થ ત્યાગી તે મહાત્માને કરીશઃ વંદના હો ! કેટલીક વાર તપસ્વીઓમાં સહનશીલતાની ન્યૂનતા હેવાથી કષાય પ્રકૃતિ વિશેષ જોવામાં આવે છે પરંતુ આ પ્રશાંત મહા-માએ તેને તો પ્રથમથી જ દેશવટો દીધો હતો. રાજનગરમાં ઉપાશ્રયોને કાંઈક પક્ષપાત હોવાથી ગૃહસ્થનું અન્ય ઉપાશ્રયે જવામાં કાંઈક શૈથિલ્ય હતું પરતું આ મહાનુભાવ મહાત્માની પ્રસન્ન મુખાકૃતિ, ગાંભીર્ય, શાંતિ અને અસાધારણ નિસ્પૃહતા વિગેરે ગુણોથી આકર્ષાઈ પ્રાયઃ સર્વ કે એમને દર્શન અને વંદનનો લાભ લેતા એમના અનુભવીઓ કહે છે જે આહારપાણી કે ક્રિયાકાંડશિવાયના અન્ય કેઈ પણ અવસરે એમના હાથમાં પુસ્તક કે નવકારવાળી પ્રાયઃ હાય, નવકારવાળી ગણવાને વિશેષ અભ્યાસ હતો. જ્ઞાન દશામાં જાગ્રત, પ્રમાદના પરિવારી, હઠ કદાગ્રહથી વેગળા રહી, જ્ઞાનાદિ આચારનું સેવન કરતા જ્યાં સુધી શારીરિક સ્થિતિ નભી શકી ત્યાં સુધી અપ્રતિબદ્ધ વિહાર કરી, તપસ્યા કરી, સામાચારીનું યથાઉં શુદ્ધ આરાધન કરી, અકિંચન, નિરૂપલેપ, નિશ્ચંગી આ બાળ બ્રહ્મચારી મહાત્માએ લગભગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com