________________
દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ૫૯ ઓગણસાઠ વર્ષ પર્યત વિશુદ્ધ ચારિત્રઆરાધન કરી ભવ્ય અને અનેક ઉપકાર કર્યો અને કરાવ્યા. નિર્વાણ
પાછળ જણાવ્યા મુજબ શારીરિક સ્થિતિની મંદતાથી છેવટનાં ૧૪ ચોમાસાં રાજનગરમાં થયાં ત્યાં પણ યથાશકિત તપસ્યા, ભાવના. ધ્યાન વિગેરેમાં સમય નિર્ગમન કરતા. એવી અવસ્થામાં પણ એકાસણથી ઓછી તપસ્યા તો કરતાજ નહીં. શરીર દિવસે દિવસે નિર્બળ થવા લાગ્યું.
સંવત ૧૯૩૫ ના આશ્વિન માસની ઓછી આવી એ અવસરમાં શરીર છેક શિથિલ થયું છતાં તપસ્યાના અભ્યાસી અને અભિલાથી મહાત્માએ સુદ ૮ ને દિવસે સવારે ચાવિહાર ઉપવાસનું માણ કર્યું. એવામાં શેઠ પ્રેમાભાઈ ગુરુ વંદન કરવા આવ્યા તેમને મહારાજશ્રીના ઉપવાસ કર્યાના સમાચાર મળવી એટલે તેમણે મહારાજશ્રીજીને વિજ્ઞપ્તિ કરી જે-“સાહેબ ! આવી સ્થિતિમાં આજે ઉપવાસ ! મહારાજજીએ કહ્યું કે મહાનુભાવ ! આજે તો કરે જ જોઈએ, જેટલું લેવાય તેટલું લઈ લેવું. શેઠે ઘણું કહ્યું પરંતુ મહારાજઇએ તો એજ ઉત્તર દીધે જે “આજે તો અવશ્ય ઉપવાબ કરવાજ છે.' ગુરૂ મહારાજના ગુણાથી વિશેષ પરિચિત હોવાથી શેઠ સમજી ગયા અને વિશેષ આગ્રહ ન કર્યો. અંદગીભરની આરાધનાના અભ્યાસે ખરેખરું કાર્ય બજાવ્યું. અણાહારી પદના સાચા અભિલાષીએ જે ગીભરમાં અનેકવાર ચારે આહારનો ત્યાગ કરી અણુવારી પદ માટે સતત પ્રયત્ન એવી છેવટનો આઠમને દિવસે પણ ચારે આહારનો ત્યાગ કર્યો. શરીર બીલકુલ શિથિલ થઈ ગયું છતાં અંદગીભરમાં જેમણે ક્રિયામાં ખામી ન આવવા દીધી તેને છેવટે પણ કેમ ખામી આવે ! દિવસે સંપૂર્ણ થયો, સાંઝે પ્રતિક્રમણ કર્યું અને સંથારા પિરિસી ભણાલી તે અવસરે ૫. ગુલાબવિજયજી વિગેરે મુનિવર્ગ અને શ્રાવકોનો સમુદાય પાસે બેઠા હતા ગુરૂ મહારાજને સંથારામાં શયન કરાવ્યું છતાં ગુરુ મહારાજ જાગ્રત દશામાં ધ્યાનારૂર જણાયા. મહારાજને પૂછયું “ આપના હૃદયમાં શેનું બાન છે ?” ગુરૂ મહારાજે ઉત્તર દીધો. ‘છત્તીર્થના રાય નમ: ” આ પ્રમાણે ધ્યાન કરતાં ક્ષણતરમાં તે પરમ પવિત્ર શાસન ઉપકારી અનેક શિષ્ય પ્રશિOોના ગુરુ મહારાજને અમર આત્મા અમર વિમાન નમાં ગુરુવર્યોની સેવા કરવા ચાલ્યો ગયો. સઘળું શુન્ય થઈ ગયું. શહેરમાં હાહાકાર થઈ ગયો. આવા શાંત ગુણી મહામાના દર્શન હવે નહીં મળે ! અરેરે ! ! ! શું પ્રસન્નમુટા ! શું તેમની દિવ્ય આકૃતિ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com