________________
દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ચળજીની યાત્રાઓ કરી, તેમાં ત્રણ ચોમાસા કર્યા અને કેટલીએ વાર નવ્વાણું યાત્રાઓ કરી. સાતવાર ગિરનારની યાત્રાઓ કરી. પાંચવાર અર્બુદગિરિની યાત્રા કરી. ત્રણવાર અમદાવાદની શહેરયાત્રા કરી. બેવાર સૂર્યમંડન પાર્શ્વનાથ | મેલા. એકવાર સૌરાષ્ટ્રનાં સર્વ તીર્થોનાં દર્શન કર્યા. એકવાર શિધર પાર્શ્વનાથનાં ચરણોની સ્પના કરી. ગૃહસ્થાવાસમાં પણ એકવાર સિદ્ધાચલજી, મેકવાર ગિરનાર અને બેવાર આબુતીર્થની યાત્રા કરી હતી, જેલવે વિગેરે સાધનોને જ્યારે અભાવે હતા તેવા અવસરમાં પણ સિદ્ધાચળ, ગિરનાર અને આબુની તીર્થયાત્રાને લાભ અપાવનાર માબાપની ધાર્મિક સ્થિતિ કેવી સુંદર ભાવનાવાળી હશે તે આ ઉપરથી જ જણાઈ આવે છે. ગુરૂપ્રેમ–
એમની દીક્ષા પછી શ્રી ગુરુ મહારાજ સાથે કેટલા વર્ષ રહ્યા તે સાધનના અભાવે જાણવામાં આવ્યું નથી, પરંતુ એમનો ગુરુ પ્રેમ અને ગુરૂ ભક્તિ તે અદ્વિતીય હતી, એમ તેમના આચરણ ઉપરથી પણ જાણી શકાય છે. કહેવાય છે કે ગુરુ મહારાજના આસન પછી પણ જ્યારે સમુદાયમાં કોઈ મુનિને પેટમાં દુ:ખા વિગેરે સામાન્ય વ્યાધિ થાય ત્યારે એ (સરળ અને ગુરૂ ભકા દાદાશ્રી મણિવિજયજી મહારાજ) પિતાના ગુરૂવર્ય તપસ્વી કસ્તુરવિજયજી મહારાજ નામનો જાપ કરતા કરતા દર્દીના પટ પર હાથ ફેરવતા એટલે તેને દુ:ખાવો શાંત થઈ જતો. જોકે એ પોતેજ સરળ અને શાંત પડી હોવાથી એમને હાથજ એવા લધિવાન દાદ' કે છતાં ગુરુ પ્રત્યે કેટલું બધું એમના હૃદયમાં માન અને શ્રદ્ધા હશે ? આજે છે કારણ એ પુન્યશાળી કહા ગુરૂ ભક્ત ! શ્રીમદુના અપ્રતિમ ગુણે,
બાલ્યાવસ્થાથી જ સદ્દગુણી અને ધર્મામા માબાપને ઉગમાં ઉછરેલા આ મહાત્માના ગુણોનું શું વર્ણન કરવું ! એ માબાપે એમનામાં તે તે સગુણાની એવી અક્ષય સુવાસ ફેલાવી હતી કે જે તેમની જંદગીપત અખૂટજ રહી. આ વિનિત મુનિવરે પોતાની શારીરિક શક્તિ પહોંચી ત્યાં સુધીમાં નાના મોટા સર્વની ગોચરી પાણી વિગેરે વાવમાં સતત ઉદ્યમ કર્યો. પ્રસન્ન મુખ કદિ જ્ઞાન થયું નહીં, સાનુકુળ પ્રતિકુળ પ્રસંગમાં, વિહારમાં, તપસ્યામાં કદિપણું વચન અને વદન વિકારી ન થયાં. મળતાવડાપ એટલું બધું કે જેથી પર સમુદાયના કોઈ પણ મુનિઓની એમના પ્રત્યે ભિન્ન ભાવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com