________________ 178 સુંદર રાજાની સુંદર ભાવના [પ્રકરણ જાય છે તે પછી સ્વચ્છ સ્ફટિકસમાન નિર્મલ હૃદયવાળા મું દરરાજા અને રાણું મદનવલ્લભાને માટે તો કહેવું જ શું? તે દંપત્તીના નિર્મળ હદયરૂપ શુદ્ધ ભૂમિકા ઉપર મુનિની વચનવૃષ્ટિની અસર પુષ્પરાવર્ત મેઘ સમાન થઈ જેમ તે મેઘ પિતાના સામર્થ્યથી ભૂમીમાં એ રસકસ પોષે છે કે અનેક વર્ષો સુધી વૃષ્ટિ વિના પણ તે ભૂમિમાંથી ધાન્ય વિગેરેની નિષ્પત્તિ થાય છે, તેમ આ મુનિની દેશનાવૃષ્ટિએ એવી રીતે ધર્મ વરસાવ્યો કે આ ભવમાં તે શું પણ હમણ જ આપણે જોઈશું કે ભવાંતરમાં પણ તેમને સુખ, સુખ અને સુખની પ્રાપ્તિ થઈ. તેઓના વિશુદ્ધ હૃદયમાં મંત્રી આદિ ભાવના વિગેર તાત્વિક ધમની નિર્મલ વાસનાઓ જાગૃત થઈ. દુ:ખી પ્રા[ને દેખીને તેઓનું અંતઃકરણ દયા બનતું હતું અને તેઓનાં દુઃખ દૂર કરવા ખાતર કટિબદ્ધ રહેતાં હતાં. આવી રીતે નાના કે મહટા, વૃદ્ધ કે યુવાન, સ્વજન કે ઈતર, શત્ર કે મિત્ર, દરેક પ્રાણ પ્રત્યે નિર્મળદયાથી અધિવાસિત, ચાહે તેવી કટોકટીના પ્રસંગમાં પણ પોતાના સત્યવ્રતને સંપૂર્ણ તયા સાચવનાર, પરદ્રવ્યને ધૂળના ઢેફાં અગર પથ્થરના ટુકડા સમાન માનનાર, પરમ સંતેષી તથા પરોપકારપરાયણતાની ધુસરીને ધારણ કરનાર સુંદરરાજા પોતાની પ્રણયિની રાણું મદનવલ્લભાની સાથે ગુરૂસમક્ષ અંગીકાર કરેલાં શ્રીવકના વ્રતને નિરતિચારપણે પાલન કરી રહ્યા હતા. ભવાંતરમાં કરેલી ધર્મની વિરાધનાના વિષમ આપાયને જ્ઞાની ગુરૂદ્વારા જાણેલ હોવાથી આ અવસરે તેઓ કે એમ નહોતા. અવશિષ્ટ જીવનની છેલ્લી ઘડી સુધી તેઓ ધાર્મિક ભાવનાએથી ભાવિત જ રહ્યા. અનુક્રમે અંગીકાર કરેલા વ્રતોની ભાવના કરતા પ્રશસ્ત અધ્યવસાયપૂર્વક અને જણ પિતપતાનું આયુષ્ય પૂર્ણ થયે સ્વગીય આનંદ ભેગવવા સ્વર્ગે સિધાવ્યા–દેવલોકમાં મહાવભુતિવાળા દેવ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com