________________
vvvvvvvvvvvvvv
vvvvvvvvv
૧૫ મું.] ધમ પ્રાપ્તિ અને સ્વર્ગ ગમન. ૧૯૭ પાછળથી ઉપાર્જન કરેલા નિબિડ દુષ્કર્મના ઉદયે અસહ્ય સંકટ અનુભવ્યાં, વિષમ સંકટમાં પણ તમે બન્ને જણાએ સ્વાભાવિક થયેલી પોતાની નિર્મલ બુદ્ધિથી નિર્મલ શીલનું પાલન કર્યું, જેના પ્રભાવે આજ ભવમાં ફરી પણ તમે રાજવૈભવ પામ્યા.
આ પ્રમાણે ગુરૂમહારાજાના મુખથી પિતાના પૂર્વભવસંબંધી વૃતાંત શ્રવણ કરી રાજા અને રાણીને આત્મા સંવેગરંગથી રંગાઈ ગયો. તેઓને પિતાના પાપને અતિશય પશ્ચાતાપ થયો અને વારંવાર તે અધમ કૃત્યેની નિંદા કરતા ફરી કદીપણ એ દશા પ્રાપ્ત ન થાય તે માટે સંપૂર્ણ કાળજી રાખતા ગુરૂમહારાજાએ દર્શાવેલા ધર્મકૃત્યોમાં ઉઘુક્ત થયા. શકત્યનુસાર ગુરૂમક્ષ સમ્યકત્વમૂલ અણુવ્રત એટલે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પિતાના નગરમાં અને પિતાના દેશમાં ઠેકાણે ઠેકાણે પોતાના સમ્યકત્વને નિર્મલ કરવા ખાતર અને બીજાઓમાં સમ્યકત્વ વિગેરે અનુપમ ગુણે ઉત્પન્ન કરવા ખાતર ગગનની સાથે વાતો કરતાજ હોય નહિ તેવા અતિશય ઉંચાં ભવ્ય જિનમંદિર બંધાવ્યાં, અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રમાણે ભાગ્યશાળી રાજા પિતાને પ્રાપ્ત થયેલી લક્ષ્મીને ઉત્તમ પાત્રોમાં સદ્વ્યય કરી લક્ષ્મીને પણ કૃતાર્થ કરવા લાગ્યો. પ્રભુપૂજામાં રક્ત રાજા અને રાણી હંમેશાં પોતાના નગરમાં બંધાવેલા ઉન્નત ચૈિત્યમાં વિધિ અને હદયના બહુમાનપૂર્વક મહાન ઋદ્ધિએ કરીને દ્રવ્ય અને ભાવપૂજામાં લીન થતાં હતાં.
દુનિયામાં કહેવત છે કે પારસમણિના સંસર્ગથી લેતું પણ સુવર્ણ થાય છે. કહેવાનો મતલબ કે દુનિયા જેને નીચ ધાતુ તારકે ઓળખે છે એવું લેવું પણ સુસંસર્ગના પ્રતાપે સુવર્ણતાનો આશ્રય કરે છે, તેવી જ રીતે પ્રચંડ પાપી બહુલામી અને તેને લઈને એકાતે પાપની જ વાસનાથી શ્યામ હૃદયવાળા મનુષ્ય પણ ઉત્તમ ગુરૂ વિગેરેના સુસંસર્ગથી ધીમે ધીમે સર્વ પાપવાસનાને ત્યાગ કરી શુદ્ધ સુવર્ણ અગર સ્ફટિકસમાન અંત:કરણવાળા થઈ જાય છે, યાવત્ અનુક્રમે લકેત્તર યાનપાત્ર પ્રાપ્ત કરી ભીષણ ભવસાગરના કિનારે પણ પહોંચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com