________________
-~~~~~~~~~
~~
~~~~~~~~~~~~~~~~~~~~
૧૬૦ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ અવસરે શોકમગ્ન સભા પણ રાજાના આ વિવેક ભર્યા કાર્યથી સંતોષ પામી અને હર્ષને જયધ્વનિ કરવા લાગી.
- ત્યારબાદ રાજાએ નગરવાસી જનોને પણ શાંતિના વચનેથી આશ્વાસન આપ્યું અને જણાવ્યું કે મારી ગેરહાજરીમાં મારા પુત્ર કીર્તિ પાલને હું અહીં જ મુકી જાઉં છું અને તે મારા કરતાં પણ તમારી સારી સંભાળ લેશે. તમે પણ તેમના પ્રત્યે બહુમાનની દ્રષ્ટિએ જોશો. વિયેગસૂચક મહારાજાના આ શબદોથી સર્વે સભાના નેત્રમાં ઝળઝળી આવી ગયાં, જે કે મહારાજાનો વિયોગ એ તે કષ્ટદાયી હતા પરંતુ તેમના સુપુત્ર સ્વામીના સંગે તે કષ્ટ તેવું દુઃખદાયી નહિ થશે, આ વિચારથી તેઓ સંતોષ પામવા લાગ્યા. ત્યાર પછી પિતાના પુત્રને પણ રાજાએ રાજ્યપાલન સંબંધી રેગ્ય સલાહ આપી.
આ પ્રમાણે પિતાને મંત્રીવર્ગ, સામતે, અન્ય અધિકારીવર્ગ તેમજ પ્રજાવર્ગ વિગેરેને રાજ્યગ્ય વ્યવસ્થા જાળવવાનું જણાવી અને પિતાના સ્થાન પર કીતિપાલને સ્થાપન કરી મહાન આદરપૂર્વક સર્વ સમુદાયને પુછી તેમને સંતષિત કરી પોતાના પુત્ર મહિપાલ અને રાણી મદનવલ્લભા અને અનેક દાસદાસીના સમુદાય સહિત રાજાએ પ્રયાણની તૈયારી કરી. બીજે દિવસે જ પ્રાતઃકાલમાં પ્રયાણનું મુહૂર્ત હતું. તે અવસરે નગરની સભાગ્યવંતી સ્ત્રીઓએ મંગલ કર્યું અને કુલવૃદ્ધાઓએ રાજાને શુભ આશીર્વાદથી વધાવ્યા. ત્યારબાદ રાજાએ પોતાના પુત્ર પ્રમુખ સર્વ સમુદાયને શાંતિના વચનથી ફરી આશ્વાસન આપ્યું. આ અવસરે મહારાજાના વિયેગથી સર્વ જનસમૂહના નેત્રમાંથી અશ્રુધારાને પ્રવાહ વહેવા લાગ્યો. રાજાની આજ્ઞાથી સર્વ સમુદાય સ્થીર થયે અને ઘણે દૂર દ્રષ્ટિ પહોંચી ત્યાં સુધી પીપાસુનેત્રને દશનામૃતનું પાન કરાવી સર્વ સમૂહ નગર તરફ પાછો ફર્યો અને સુંદરરાજા શીદ્યવેગે અનવચ્છિન્ન પ્રયાણથી ધારાપુરનગર તરફ વિદાય થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com