________________
૧૨ મું.]
સુબુદ્ધિ મંત્રીને સદેશ.
૧૫૯
તેમ કહીશું, તેઓના હૃદય પર પણ સુંદરરાજાનાં વચનેએ એવી વિજળીક અસર કરી કે રાજાસન્મુખ બોલવું તે દૂર રહો બકે તેઓ પોતાનું માથું ધુણાવવા લાગ્યા. શું મહારાજાની વચન પદ્ધત્તિ ! શું મધુરતા ! શું આદેય વાક્યતા ! શું સામાને સમજાવવાની ચતુરાઈ ! તેઓને પણ એમજ લાગ્યું કે મહારાજાને અવશ્ય ગયા વિના ચાલી શકે એમજ નથી. રાજા ચારેબાજુએ સભાનું નિરીક્ષણ કરી રહ્યો હતો તે એટલાજ માટે કે મારા વાક્યની સભા ઉપર શી અસર થઈ છે. છેવટે પિતાની ઈચ્છા ફલવતી થઈ એમ જાણી યથાયોગ્ય રીતે સુચવવા યોગ્ય સૂચનાઓ સૂચવવાને પ્રારંભ કર્યો.
પ્રથમ રાજાએ પોતાના રાજ્યવર્ગને ઉદ્દેશીને જણાવ્યું કે, હે સામતનૃપતિઓ અને મંત્રીશ્વરે ! જો કે મારા જવાથી તમારું અંતઃકરણ ગ્લાનિ પામે છે તે હું સારી પેઠે સમજું છું, તમારી મારા પ્રત્યે પૂર્ણ ભક્તિ છે, તમને છોડીને મારે જવું પડે છે તે મને પણ ઈષ્ટ નથી, પણ નિરૂપાય છું. મંત્રીશ્વરે ! હવે મારે તમને છેવટમાં એટલું જ જણાવવાનું બાકી છે કે અત્યાર સુધી આ રાજ્યતંત્ર ચલાવવામાં તમે જે સહાયતા આપી છે અને રાજ્ય પ્રત્યે જેવી વફાદારી જાળવી છે તે જ પ્રમાણે સહાયતા આપી વફાદારીથી કાર્ય કરશે. આજ પર્યત મારા પ્રત્યે તમોએ જેવી વર્તણુંક રાખી તેજ પ્રમાણે આ કીતિપાલની સાથે પણ રાખશો. રાજ્યમાં કોઈ પણ જાતની ન્યૂનતા યા અડચણ માલૂમ પડે તે સત્વર તેમને જણાવી તે ન્યૂનતા યા અડચણ દૂર કરવી. કોઈ અવસરે કારણ પામીને અગર કારણ વિના પણ કીતિપાલથી તમારા પ્રત્યે તેવું અનિષ્ટ વર્તન થાય તે તેને તે અવસરે ખાશ રાખી, સહન કરી રાજ્યની જેમ ઉન્નતિ થાય અને પ્રજાને શાંતિ મળે તે પ્રમાણે કરવું.
આ પ્રમાણે મંત્રી અને સામંતને સલાહ આપ સર્વની સંમતિથી સભાસમક્ષ રાજાએ શ્રીપુરનગરની રાજ્યધુરા પિતાના યુવરાજ પુત્ર કીર્તિપાલને અર્પણ કરી. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com