________________
૧૫૮
સુંદર રાજાની સુંદર ભાવના
[ પ્રકરણ
ખતાં મહારાજાને એજ વિજ્ઞપ્તિ કરવાની કે– સ્વામિનાથ ! જો કે આપના વિયેાગ એ અમાને અતિશય દુ:ખકર નિવડશે, છતાં પણ અમે આપની ઇચ્છાને રોકી શકતા નથી, આપની જો એજ અભિલાષા હોય તેા ભલે તે ઇચ્છાને આપ અનુસરે, માત્ર અમે આપને એટલીજ અરજ કરીએ છીએ કે, ફરીથી આ ભૂમિને આપ શીઘ્રવેગે પવિત્ર કરી અમારા થિત અંત:કરણને શાંત કરશે . આપના ઉદાર હૃદયમાં ઉભય પ્રજાને માટે એક સરખું જ સ્થાન હાય. ધારાપુરની પ્રજા પણ આપનીજ પ્રજા અને શ્રીપુરનગરની પણ આપનીજ પ્રજા. ઉભય પ્રત્યે આપની દૃષ્ટિ તે સમાનજ હાય. ’આ પ્રમાણે ભિન્નભિન્ન વિચારકા ભિન્નભિન્ન દિશામાં પેાતાની વિચારમાળા વિસ્તારી રહ્યા હતા.
વિચક્ષણ રાજા પોતાના પ્રત્યે પ્રજાનું આવું આકર્ષણ થયેલું છે તે જાગુતાજ હતા અને તે આકર્ષણ સ્હેજે તેને સ્તભિત કરે એ સતિ છે. જો મત્રો સુબુદ્ધિના પત્રથી રાજાના અંત:કરણનું તેવું આકર્ષણ ન થયું હાત તેા અવશ્ય રાજાને પેાતાના વિચારો બદલવા પડત પણ તેના સદ્ગુણાથી પ્રેરાયેલે રાજા પોતાના વિચારને મક્કમપણે વળગી રહ્યો અને આત્મસાક્ષીએ ધારાપુર જવાના ચાક્કસ નિર્ણય કર્યો. સુંદરરાજાએ પોતાના પ્રયાણના આગલા દિવસે એક ગંજાવર સભા ભરી કે જે સભામાં શ્રીપુરનગરમાં વસતા શહેરીઓમાંથી ભાગ્યેજ કાઇક વ્યક્તિની ગેરહાજરી હાય. દરબાર સંપૂર્ણ ભરાયાબાદ સુંદરરાજાએ સુધારસવાહી મધુર વચનેાદ્વારા ધારાપુરનગર જવાની પોતાની ઇચ્છા ફીથી પણ વ્યક્ત કરી અને ત્યાં જવાનાં સઘળાં કારણેા સમયસૂચક રાજાએ એવી રીતે વચનેદ્વારા દર્શાવ્યા કે—મહા રાજાને ધારાપુર જતા અટકાવવા માટે વિચાર કરતી સ્વામિભક્ત પ્રજા પોતાના વિચારો વચનદ્વારા પ્રકાશિત કરી શકી નહિ. થાડા વખત પહેલાં જેએ ખેલતા હતા કે અમે આજે સભામાં જઇને મહારાજાને આમ કહીશુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com