________________
૧૨ મુ. ] સુબુદ્ધિમંત્રને સદેશ. ૧પ૭ મચાવી મુક્યો. પદયે પ્રાપ્ત થયેલ ગુણવાન સ્વામીને એકાએક વિગ થાય એ કોઈને પણ ઈષ્ટ ન હોય. રાજાના ઉદ્ગારથી ભવિષ્યમાં થનારા વિરહની દુઃખમય છાયા ચારે બાજુએ ફરી વળી. સઘળાઓનાં પ્રફુલ્લિત મુખપંકજ નિસ્તેજ થયાં. સ્વાભાવિક છે કે જે રાજાએ અલ્પ સમયમાંજ પિતાના આદર્શચરિત્રથી સમગ્ર પ્રજાને પિતાના તરફ આકષી, તે રાજાને વિયેગ થાય તે પ્રજાનું હૃદય અવશ્ય દુઃખાયા વિના ન જ રહે. શ્રીપુરનગરના સર્વ પ્રદેશમાં ધારાપુરનગરના સંદેશા સંબંધી અને પૃથ્વીપતિના ભાવી વિરહની હકીકત વાયુની માફક ફેલાઈ ગઈ જેથી ઘણે વર્ગ ઉદાસ જેજ જણાતું હતું અને પોતાની બુદ્ધિને અનુસાર ભિન્નભિન્ન પ્રકારના વિચાર અને ઉચ્ચાર કરી રહ્યો હતો. એક બાજુએ મધ્યમ બુદ્ધિવાળા કેટલાક મનુષ્પો અરસપરસ વાર્તાલાપ કરી રહ્યા હતા કે આપણા સુભાગ્યયેગે મળેલા સ્વામી, જેની છત્રછાયામાં રહી આપણે શાંતિને અનુભવ કરી રહ્યા છીએ તે શું આપણું સર્વની વિનંતિનો અનાદર કરી એકાએક તરછોડીને ચાલ્યા જશે ? કદી જ નહિ. આપણે સર્વ મળીને તેમની સમક્ષ અરજ ગુજારીશું. જ્યારે એક તરફ આ સ્થીતિ વર્તતી હતી ત્યારે બીજી તરફ કેટલાક વિચારક બુદ્ધિવાન મનુષ્ય એવો વિચાર કરી રહ્યા હતા કે—જ્યારે આપણને તો તાજેતરમાં જ સુસ્વામીને સમાગમ પ્રાપ્ત થયેલ છે છતાં પણ તેના વિયેગની વાતથી આજે આપણે બધા કેવા કંપીએ છીએ તે જેઓએ ઘણા લાંબા સમય પર્યત સ્વામીના સમાગમમાં રહી સુખનો અનુભવ કરેલ તેઓને તેને વિયેગ કે દુઃખકર હશે તે તે આપણી કલ્પનાની પણ બાહ્ય છે, માટે તેઓના સંતપ્ત આત્માને શાંતિ મળે તેમાં આપણે પણ હર્ષ પામવા જેવું જ છે. મહારાજા સાહેબને જ્યારે ધારાપુર જવાની તીવઈચ્છા છે તે આપણે તેની ઈચ્છામાં અને ધારાપુરનગરના પ્રજાવર્ગની શાંતિમાં વિઘ્ન નહિ નાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com