________________
૧૫૬ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ તને તે અનેકશ: ધન્યવાદ ઘટે છે કે અત્યાર સુધી પણ તે મારી આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કર્યું, લેશમાત્ર પણ તેમાં તું ડગ્યો નહિ. હું ભૂલ્યા પણ તે ન ભૂલ્ય. મંત્રી ! આ દુનિયામાં તારા જેવા નિમકહલાલ પુરૂષરત્ન શોધ્યા મળવા મુશ્કેલ છે. વળી ધારાપુરનગરવાસી જનોની પણ મારા પ્રત્યે રહેલી અનન્ય ભક્તિનું પણ વર્ણન થઈ શકે એમ નથી. આટલા લાંબા કાળે પણ તેઓના રાગીપણામાં અને ભક્તિવાત્સલ્યમાં કિચિત્માત્ર પણ ન્યૂનતા જણાતી નથી.
મંત્રીના વચન અને કાર્યથી આનંદિત થએલે રાજા સર્વ સભાસમક્ષ પ્રગટ શબ્દોથી બોલ્યો કે આ સૃષ્ટિમંડળમાં સ્વામીના તેજ સાચા નિમકહલાલ સેવકો કહેવાય કે જેમાં સ્વામીના કાર્યને સિદ્ધ કરવાનું અખુટ બુદ્ધિબળ પ્રાપ્ત થયું હોય અર્થાત્ ચાહે તેવા વિષમ કાર્યની પણ ગુંચ ઉકેલી શકે તેવી તિક્ષણ બુદ્ધિ ધરાવતા હોય. એટલું જ નહિ પણ વળી જે તે કાર્યને સિદ્ધ કરવા ખાતર અથાગ પ્રયત્ન આરંભી તેને પાર પાડે અને કાર્યને સફળ કરે, આ ઉભય શક્તિની સાથે દરેક અવસરે જેઓનું હદય સ્વામિની ભક્તિ અને બહુમાનથી ભરપુરજ હોય, આ ગુણત્રયીની વિદ્યમાનતામાં જ સાચું સેવકત્વ છુપાયેલું છે. જેઓનામાં ગુણત્રિપુટીને વાસ નથી એટલે કે–નથી તે સ્વામી પ્રત્યે હાર્દિક ભક્તિ કે બહુમાન, નથી તે વિનવિદારક તેવી તિક્ષ્ણ બુદ્ધિ અને નથી તેવી કાર્યસાધક શક્તિ. આ ત્રિપુટીના અભાવે તેનામાં સાચી સેવા સમાયેલી નથી તેઓ રાજાના નિમકહલાલ નોકરે નહિ પણ કલત્રો (સ્ત્રીઓ) જ સમજવા, આમ કહીને મંત્રીના ગુણથી આકર્ષાયેલા રાજાએ પ્રગટ શબ્દોથી મંત્રીની સ્તુતિ કરી અને ત્યારબાદ રાજાએ સભાસમક્ષ પિતાની મૂલ રાજધાની ધારાપુરમાં જવાની પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી.
ધારાપુરનગર જવાની પોતાની આંતરિક ઈચ્છાને વ્યક્ત કરતા સુંદરરાજાના શબ્દોએ સભામંડપમાં ભારે કેલાડલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com