________________
૧૩ મું]
રાજધાની પ્રવેશ,
૧૬૧
પ્રકરણ ૧૩ મું
—— —રાજધાની પ્રવેશ.
httpvivity
ET
:
Citi
હું માન સુંદરનરેશની આજ્ઞાથી ધારાપુરનગરની રાજ્યધુરા હસ્તમાં ધારણ કરી ન્યાયપૂર્વક રાજ્યતંત્ર ચલાવનાર મંત્રી સુબુદ્ધિ હંમેશના
રિવાજ મુજબ સુવર્ણમય સિંહાસન ઉપર 23J. સ્વામીની પાદુકા સ્થાપન કરી સભામંડપના મધ્ય ભાગમાં સિંહાસનની પાસેના આસન ઉપર અલંકૃત થયો હતો, આજુબાજુ સામંત રાજાઓ અને અન્ય મંત્રીઓ વિગેરે પણ પિતાને યોગ્ય આસન ઉપર બિરાજમાન થયા હતા. બે દિવસ થયાં આ રાજસભામાં નહિ જેવું રાજ્યકાર્ય ચાલતું હતું માત્ર શ્રીપુરનગરે મોકલેલ સંદેશહારકની જ રાહ જોવાતી હતી. વિચારો અને ઉચ્ચારે પણ તેનેજ લગતા થતા હતા. આજે પણ મંત્રી સુબુદ્ધિ વિગેરે સર્વે એજ વિચારમાં પડયા હતા કે હજુ સુધી પણ સંદેશહારક કેમ ન આવી પહોંચ્યો ! તેની ગતિ પ્રમાણે જવા આવવાના દિવસો પૂર્ણ થઈ ગયા અને આજે તે તે અવશ્ય આવાજ જોઈએ, નહિ તે જાણવું કે શ્રીપુરનગરથી આવતાં માર્ગમાં અગર શ્રીપુરમાં જ તેને કોઈ કારણસર કાણું થયું હોવું જોઈએ. “ તુ તુve મતિર્ભિન્ના” સંદેશહારકને આટલી ઢીલ થવામાં સભામાં રહેલા કોઈ મનુષ્ય કાંઈ કલ્પના કરે તે કોઈ કાંઈ કરે, કારણકે મગજે મગજે મતિની ભિન્નતા હોય છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન કલ્પના કરી સભાસદોએ સભામંડપને ગજાવી મુક્યા હતા, એટલામાં જ પ્રતિહારે મંડપના દ્વારમાં પ્રવેશ કર્યો અને મંત્રીને નમસ્કાર કરી નિવેદન કર્યું કે–સ્વામિનાથ! આપે આપણું મહારાજા સાહેબ ઉપર સંદેશો લખી સંદેશહારકને શ્રીપુરનગર તરફ રવાના કર્યો હતો, તે માણસ અત્રે આવી પહોંચે છે અને હજુ
તો કામ સભામાં વિરો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com