________________
૧૨ મુ* ]
સુબુદ્ધિમ`ત્રીના સદેશ,
૧૫૩
વિપુલ રાજ્યને અનામાધપણે તેવી ઉન્નત સ્થીતિમાં જાળવી શકયા છે. આપની આજ્ઞાનું અખડ પાલન કરવું એ મારી ક્રુજ છે અને તે ફરજને હું અદા કરી રહ્યો છું. આપ જેવા પ્રજાવત્સલ સ્વામીના વિરહ છતાં પણ શ્રીપુરનગરના જનસમુદાય આપના પવિત્ર નામનું સ્મરણ કરતા માત્ર આપના વિયાગજન્ય દુઃખને છેડીને રાજ્ય તરફથી કે પ્રજા તરફથી કોઈપણ પ્રકારના ઉપદ્રવષિના નિર્વિઘ્ને આનંદમાં દિવસે નિર્ગમન કરી રહ્યો છે, તે સઘળા પ્રભાવ આપ પ્રજાવત્સલ મહારાજાનેાજ છે. આપના પ્રબળ પુણ્યાદયે એક પણ પ્રતિસ્પી રાજા કે એકપણ વિઘ્નસ તાષી અન્ય મનુષ્યને ઉદય થયા નથી કે જે રાજનીતિમાં કે પ્રજાના સુખમાં વિધ્રુ નાંખી શકે . આવા વિપુલ સુખમાં ઉછરતી પ્રજા માત્રએકજ દુ:ખે કરી દુ:ખી છે. એ દુ:ખથી તેઓનું સઘળું સુખ દુ:ખમિશ્રિત થઈ રહ્યું છે. કૃપાનાથ ! એ દુ:ખ દૂર કરવાના અમાઘ ઉપાય આપને હસ્તગત છે, તે દુ:ખ માત્ર આપના ચિરકાલીન વિરહ છે. સ્વામીનાથ ! અમેાને આપના પવિત્ર દેહની શીતલ છાયાના આશ્રય આપે.. આપના કર્ણ રસાયન સુધામય મધુર આજ્ઞાવચનાથી અમારા કર્ણ યુગલને પવિત્ર કરા અને આપના મુકુલ્લ વદનચંદ્રની દિવ્ય પ્રભા સેવકાના નિમિલિત હૃદયામ્બુજને વિકસિત કરા! આપને અધિક શું કહીએ. પ્રભુ ! આપના ચિરકાલ વિરહથી અતિશય વ્યથિત આપના આ ચણુ રંજ સેવક, તથા રાજ્યના નિપુણ હિતચિંતક સામત રાજા, તથા નિમકહલાલ અધિકારીવર્ગ, તેમજ સમસ્ત પ્રજામંડળ, ચકારપક્ષી જેમ ઉજ્જવલ અને શીતલ કિરાથી વ્યાસ ચંદ્રદર્શનની ઇચ્છા ધરાવે, ચક્રવાકી જેમ પ્રચંડ રશ્મિવાન સૂર્યદર્શનની અભિલાષા કરે, ચાતકપક્ષી જેમ મેઘરાજાની રાહ જોયા કરે, કૈાકિલપક્ષી જેમ વસન્તઋતુની સમીક્ષા કરે, તેવીજ રીતે અતિઉત્કંઠિતહૃદ યથી પ્રભુદનની વાંછા કરે છે; માટે સ્વામિનાથ ! આપને વિશેષ શું કહીએ. આપ કૃપાલુએ અમારી ઉપર કૃપા કરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com