________________
પર
સુદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ
તેની ષ્ટિ આગળ તરી આવ્યા. સુદરરાજાએ એકદમ દ્વારપાલને આજ્ઞા કરી કે જલ્દીથી તે માણસને સભામંડપમાં મેાલ ! રાજાની આજ્ઞા મળતાંજ નમસ્કાર કરી દ્વારપાલ સભામંડપની બહાર નીકળ્યા અને ધારાપુરથી આવેલા સંદેશહારકને સભામાં પ્રવેશ કરાવ્યેા. તે પણ રાબ્તની સન્મુખ આવ્યા અને ઘણા લાંબા કાળે સ્વામીનાં દર્શન થયાં તેથી તેને અત્યંત હર્ષ ઉત્પન્ન થયા. પ્રફુલ્લિત ને નમસ્કાર કરી ધારાપુરથી લાવેલેા પત્ર રાજાના ચરણુપકેજ સમક્ષ મુકયા. સભામ ડેપમાં સઘળા સભાસદા લેખમાં લખેલી હકીકત જાણવાને તીવ્ર જીજ્ઞાસુ થયા. પોતાની અને જીજ્ઞાસુ સભાસદાની ઇચ્છા પાર પાડવા માટે સંદેશાવાંચનાર રાજાના વિદ્વાન અગલેખક પણ રાજા તરફથી સ ંદેશા વાંચવા માટે આજ્ઞાની રાહ જોતા તેની સન્મુખ અનિમેષ ષ્ટિએ જોઇ રહ્યો હતા. રાજાએ પ્રગટપણે તે લેખ વાંચી સંભળાવવા માટે અગલેખકને આજ્ઞા કરી તેણે પણ નમન કરી સ્મિત વદને લેખ હાથમાં લીધે અને ઉઘાડીને સર્વ સભાસમક્ષ પ્રગટ શબ્દોથી વાંચવાના પ્રારંભ કર્યા. આ અવસરે સર્વ જનતાનાં નેત્ર, અંત:કરણ અને કહ્યુંયુગલ આ ત્રિપુટીએ એકજ સ્થળે પેાતાની સ્થિરતા કરી હતી.
સ્વસ્તિ શ્રી શ્રીપુરનગરમધ્યે ક્ષત્રીયવ વિભૂષણ; સાભા નિધિ, અસાધારણું પરાક્રમી, મહાપરાક્રમીશત્રુઓને પણ હુંફાવનાર, ન્યાયધમ વત્સલ, પ્રશ્નપાલક, ધીરાદાત્ત, પરનારી સહેાદર, દિગ્ધન્યાએના કણને કીર્તિરૂપ કમલાથી અલંકૃત કરનાર, મહારાધિરાજ શ્રીમાન સુંદરપ્રભુના ચરણકમલમાં
ધારાપુરનગરથી લી. આપના આજ્ઞાંકિત અનુચર સુઅહિં બહુમાનપૂર્વક આપને નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરે છે કે-આપની અનુપમ કૃપાથી અમે અત્રે સુખશાંતિમાં છીએ, આપની સુખશાંતિના સમાચાર સેવકને કૃપા કરી દર્શાવશેાજી,
વિશેષ વિજ્ઞપ્તિ જે આપના વિરહુકાળે આપે ક્માવેલી શિરસાવદ્ય આપની પવિત્ર આજ્ઞાનુસાર પ્રભુપાદપંકજની સેવાને ઉત્કટ અભિલાષી આપને બુદ્ધિસેવક આપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com