________________
૧૫૪
સુંદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ
જોઈએ. અન્તિમ પ્રાર્થના એજ કે અમારી ઉપર પ્રસન્ન થઇને શીઘ્રતાથી આપ આ ભૂમીને આપની પવિત્ર ચરણરજથી પુનિત કરે..
લિ. આપને આજ્ઞાંકિત અનુચર સુબુદ્ધિના
ધારાપુર }
રાજમહાલય
સહસ્રશઃ વંદન.
વાંચકે સમજી શકયા હશે કે અનેક વિચારમાં મશગુલ, રાજમહાલયના ગવાક્ષમાં રહેલા ભવ્ય આકૃતિવાળા મનુષ્ય, શયનમંદિરમાં કુળદેવીએ કહેલાં વચનથી કષ્ટ સહન કરવા દેશાંતરમાં પ્રયાણ કરતી વખતે સુંદરરાજાએ રાજ્યની આબાદી સાંચવવા માટે · ચેાગ્ય જાણી અખુટ દોલતવાળી રાજ્યની લગામ જેને અર્પણ કરી હતી અને પેાતાની સ્થીતિને અંગે કોઈ પણ પ્રકારની સંભાળ નહિ લેવાને માટે જેને સખ્ત આજ્ઞા કરવામાં આવી હતી, તે મંત્રીશ્વર સુબુદ્ધિ પોતેજ હતા. રાજાની આજ્ઞાને શિરસાવદ્ય માનનાર પ્રધાનને એજ ભય હતા કે રખે મારી ઉપર આજ્ઞાભગના દાષ આવે અને એટલાજ ખાતર આટલા લાંખા વખત સુધી તેને શેાધવા માટે કોઈ પણ પ્રકારની હીલચાલ કર્યા વિના વારંવાર અનેક વિકાથી વ્યામૂઢ થઇને પણ રાજાને અસહ્ય વિયેાગ તેને સહન કરવા પડયા હતા. તે અવસરે પેાતાના આવાસમાં રહેલા મંત્રીની પાસે આવનાર માણસ પણ તેના મિત્ર હતા. તેણે શ્રીપુરનગરની સઘળી હકીકત કોઈ મનુષ્યદ્વારા જાણી હતી અને તેથી ચિંતાતુર મંત્રીને આશ્વાસન આપવા તે શીઘ્ર વેગથી ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ આપણે જોઇ ગયા કે તેની મારફત સઘળી હકીકત સાંભળી મંત્રીને નવું ચૈતન્ય આ હ્યું. કેટલાક વખત સુધી તે બન્ને જણાઓએ સુંદરરાજાના સંબંધીજ કેટલેક વિચાર ચલાવી મંત્રી સુબુદ્ધિએ એક લેખ તૈયાર કર્યો અને કચેરીને અવસર થતાં તે લેખ લઈ કચેરીમાં ગયા. સામત રાજાએ વિગેરે સર્વ સભાસમક્ષ મંત્રીએ સુંદરરાજા સંબધી પોતે જાણેલી સઘળી હકીકત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com