________________
૧૪૯ સુદર રાજાની સુંદર ભાવના. [પ્રકરણ ત્રિોના ગંભીર સ્વર અને કલકંઠ રમણીઓના માંગલિક મધુર ગીતપૂર્વક મહોત્સવવડે નગરમાં પ્રવેશ કર્યો અને અનુકમે આખા શહેરમાં ફરી સર્વ સમુદાય સહિત સુંદરરાજા પિતાના ધવલમંદીરમાં આવી પહોંચ્યા.
પુણ્યશાલી રાજાને પુણ્યના યોગે એકાએક રાણીને સમાગમ થયે અને બન્ને પુત્રોને સમાગમ તો પોતાના સ્વાધિનમાંજ હતો. જલદીથી સેનાપતિને બોલાવ્યું અને તે બને સિપાઈઓને બોલાવી લાવવાની આજ્ઞા કરી. તરતજ તેણે તે બન્નેને ત્યાં હાજર કર્યા. તે બનેને જોઈને નેત્રમાંથી હષાશ્રુને વર્ષાવતા સુંદરરાજાએ પોતાના બન્ને હાલા પુત્રનું અતિશય સ્નેહપૂર્વક દઢ આલિંગન કર્યું અને તેઓના વિયેગથી ઝરતી રાણે મદનવલ્લભાને બન્ને પુત્રીનો સમાગમ કરાવ્યો. કીર્તિપાલ અને મહીપાલે પણ હજુ સુધી નહિ ઓળખેલાં પોતાના માતાપિતાને ઓળખ્યા અને તેથી તેઓ પણ અતિશય આહાદ પામ્યા. આ સઘળે વિચિત્ર બનાવ જેઈ સર્વ રાજવર્ગ અને પ્રજાવર્ગ આશ્ચર્યથી દિમૂઢ બની ગયો.
દુષ્કર્મના ઉદયે લાંબી મુદતથી ભિન્ન ભિન્ન દિશામાં રખડતું. આ કુટુંબ પુણ્યના ઉદયે આજે એકત્ર થયું. એકએકને જોઈને સઘળાઓ પિતાના ચિત્ત પ્રસન્ન કરતાં હતાં અને અરસપરસ પિતાપિતાના વૃત્તાંત સંબંધી પ્રશ્નોત્તર કરીને અપૂર્વ આનંદરસને અનુભવ લેતાં હતાં. લાંબા કાળ પર્યત તેઓ એ જે દુ:સહ્ય સંકટો અનુભવ્યાં તેના કરતાં અસંખ્ય ગુણું આ અવસરે તેઓને સુખ ઉત્પન્ન થયું કે જે માત્ર અનુભવ કરનાર તેઓનો આત્મા અગર કેવલજ્ઞાનીને આત્મા જ જાણે.
વાંચકો! શયનમંદીરમાં કુળદેવીએ દર્શાવેલ દુષ્કર્મને વિપાક આખા કુટુંબે સમતાપૂર્વક સહન કરી વચમાં આવતાં વિદનેને દૂર કરી નાંખ્યાં. આ વિજ્ઞકંટકોને દૂર કરવામાં રાજા અને રાણીએ અસાધારણ પરાક્રમ ફેરવ્યું. પ્રાણાન્ત યણ પિતાના સદ્વર્તનથી લેશ માત્ર પણ ચલાયમાન ન થયાં, તેમાં પણ સુંદરરાજાએ જે પુરુષાર્થ ફેરવ્યું તેમાં તે તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com