________________
૧૧ મું. ] પાપનો ઘડે કુટ. ૧૪૫
સાર્થવાહના સમુદાયમાં બનેલા આ સઘળા બનાવની હકીક્ત વાયુવેગે આખા શ્રીપુરનગરમાં ફેલાઈ ગઈ. રાજમહાલયમાં રહેલા સામંત મંત્રીશ્વર વિગેરે અધિકારીખંડળમાં પણ આ વાત પ્રચાર પામી. સઘળાઓ આ હકીકત સાંભળીને આશ્ચર્ય પામ્યા અને ચિરકાલથી રાજાની વિયેગી રાણીના દર્શનની ઉત્કંઠા ધરાવતા સાર્થવાહના સમુદાયમાં આવી પહોંચ્યા. આ બાજુએ નગરશેડ વિગેરે પ્રજાવગને મહોટ સમુદાય રાજા સમક્ષ આવી હાજર છે. આ અવસરે મનુષ્યના મોટા સમુદાયથી નગર બહારનો વિસ્તીર્ણ પ્રદેશ પણ અતિ સંકડામણવાળો થઈ ગયો અને સમગ્ર આકાશમંડળ પણ મનુષ્યના બહુરૂપી કોલાહલમય શબ્દથી વ્યાપ્ત થયું. ત્યાં રહેલા સર્વ કઈ મનુષ્ય માત્ર રાણનાજ દર્શનની ઉત્કંઠા ધરાવતા ઉભા હતા. રાજાએ પણ તેઓની અભિલાષા પૂર્ણ કરવાનો પ્રબંધ ર. તરતજ પોતાની પાસે રહેલા મંત્રીધરને બોલાવી અવસરોચિત રાણીને મેગ્ય દિવ્ય વેષ, અલંકાર વિગેરે સામગ્રી લાવવાની આજ્ઞા કરી. મંત્રીશ્વરે પણ તેને માટે પિતાના માણસને શીધ્ર વેગથી રાજદરબારમાં મોકો. તે પણ જલદીથી સ્વામીનું કાર્ય કરી પાછો ફર્યો અને મંત્રીશ્વરના હાથમાં દિવ્ય વેષ, અલંકાર વિગેરે અર્પણ કર્યું. રાજાની ઈચ્છાનુસાર મંત્રીએ સખીઓ મારફત રાણીને સ્નાન વિલેપન વિગેરે કરાવી પાસે રહેલા દિવ્ય વસ્ત્રાલંકારો સખીઓને આપ્યા અને તેમણે રાણીના અંગ ઉપર યથાસ્થાને નિવેશ કરી તેની રમતામાં વધારે કર્યો. ત્યારપછી છત્ર ચામર વિગેરે સર્વ રાજ્યચિન્હથી શોભિંત રાજા રાણીની સાથે સજજ કરેલા હસ્તિસ્કંધ ઉપર આરૂઢ થયે અને દર્શનેન્કંઠિત મનની ઈચ્છા પરિપૂર્ણ તૃપ્ત કરી. આ અવસરે જનસમુદાય વિશુદ્ધ હૃદયથી મુક્ત કંઠે ઉભયના પ્રેમની પ્રશંસા કરવા લાગ્યો.
ત્યારબાદ નવપરિણિત વધુની જેમ સી વિગેરે સમુદાપથી પ્રસન્ન દષ્ટિએ જોવાના પ્રેમી યુગલે વિવિધ પ્રકારના વાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com