________________
૧૪૪ સુંદર રાજાની સુંદર ભાવના [પ્રકરણ
વાંચકો ! જે સોમદેવે પિતાના વ્હાલા પતિને વિગ કરાવ્યું અને શીયલથી બ્રશ કરવા ખાતર અસહ્ય યાતનાઓ ઉત્પન્ન કરી, છેવટે જેના અંતરમાં બલાત્કાર સુધીનું અધમકાર્ય કરવાની ભાવના પણ થઈ આવી તે સાર્થવાહ પ્રત્યે પણ ઉદાર રાણીએ પોતાની ઉત્તમતાજ પ્રગટ કરી અને એ તે સ્પષ્ટ છે કે ગુલાબવાટિકાને સ્પર્શ કરીને આવતા સમીર અવશ્ય સુગંધી જ આપે. પોતાના કટ્ટા શત્રુ પ્રત્યે પણ રાણીએ સન્મિત્રની ગરજ સારી અને હંમેશને માટે તેના અંત:કરણમાં અને વાણમાં પોતાનું મરણ અને શેગાન મૂક્યું. સામાન્યત: દુનિયામાં ઉત્તમ જનની સ્થીતિ ઘણી ઉમદા હોય છે. તેને વિશાળ હદયમંદીરમાં સમગ્ર સૃષ્ટિમંડળ સમાઈ શકે છે. કહ્યું પણ છે કે–
अयं निजः परो वेति, गणना लघुचेतसाम् । उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ॥
આ” મારે અને “આ” પર આવી તુચ્છ ગણના શુદ્ધસત્વ પ્રાણુઓના અંતરમાં જ પ્રાદુર્ભાવ પામે છે, નિર્માલ્યા અંતઃકરણ સિવાય આવી ભાવના કદી પણ ઉદ્ભવેજ નહિ, ત્યારે ઉદાર ચારિત્રસંપન્ન પ્રાણુઓના નિર્મલ અંતઃકરણમાં આખી દુનિયા મારી પિતાની જ છે એવી ભાવના ફરે છે અને તેના શ્રેયમાં જ પોતાનું શ્રેય માને છે, તેઓના નિર્મલ હૃદયપટપર સ્વાથબ્ધતાની છાયા સરખી પણ પડતી નથી, માટે જ તેઓના સઘળા પ્રયત્નોમાં સર્વનું કલ્યાણ સમાયેલું હોય છે.
રાણી મદનવલ્લભાએ તે ઉત્તમ પ્રાણીઓના આ સામાન્ય નિયમનું પણ ઉલ્લંઘન કરી પોતાની ઉત્તમતાની પરાકાષ્ટા પ્રગટ કરી. ઘોર અપકારી પ્રત્યે પણ હૃદયના ઉમળકાપૂર્વક ઉપકાર કરવાની ભાવના થઈ. સ્વાભાવિક જાતિ પરત્વેજ જેનામાં તુચ્છતાનો વાસ હોય તેમાં જ્યારે આવું ઔદાર્ય દષ્ટિગોચર થાય તો તે જગતના પ્રાણીઓને આશ્ચર્યમગ્ન કરે એમાં કાંઈ નવાઈ નથી. દેવે નિર્માણ કરેલે રાજા રાણુને ચિરકાલીન વિયેગ દેવેગે આજે સમાપ્ત થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com