________________
૧૧ મુ' ]
પાપના ઘડા ફુટયા.
૧૪૩ થયેલીજ હતી જેમાં કાંઇ પણ નવું થવુંજ ન હતુ, પ્રત્યુત સાવાહે તે અત્યાર સુધી મારૂં રક્ષણ કર્યું અને દેશાંતરમાં ભ્રમણ કરતા મને પણ અહિં આ સાથે લેઇ આવ્યે અને આજે ચિરકાલથી વાગી આપણા બન્નેને અણુચિત્તે સમાગમ થયા, ત્યારે આપણી આ સ્થિતિમાં સાઈવાડુ આપણા સાચા સહાયકજ નિવડયા માટે આપણે તેની ઉપર અપકાર કરવાની ભાવના સરખી પણ નજ રાખવી જોઈએ. ’ આ પ્રમાણે દયાળુ રાણીએ કાપશામક પ્રશમરસવાહી મધુર વચનાથી રાજાને રાષ શમાવ્યેા. સુન્નરાજા વસ્તુસ્થિતિના જાણુ હાઇ પાતાના હૃદયને વિકલ્પ કલ્લે લેથી વ્યાકુળ નહિ કરતાં સ્તિમિત ઉષીસમાન સ્થીર અને શાંત અનાવ્યું અને એ સ્થીરતા અને શાંતિના પ્રભાવે ભકુટીના ભંગ અને નેત્રમાં રહેલી રકતા ઉભયદોષ નિર્મૂલ વિનાશ પામ્યા. આદાર્ય વાન રાજા પ્રશમપરિણતીથી કટ્ટરવાધી સામદેવ સાર્થવાહ પ્રત્યે પણ સ્નેહની દૃષ્ટિએ જોવા લાગ્યા.
ક્ષીરનીરનું પ્રથક્કરણ કરી ક્ષીરમાત્રગ્રાહી હુંસસમાન વિવેકી રાણીએ સાર્થવાહે કરેલા ઘેર અપકારમાંથી પણ ઉપકાર તારવી કાઢી પ્રિયતમ સમક્ષ પ્રગટ કર્યા. રાજા પણ રાણીની આ ચતુરાઇથી અને અપકારી પ્રત્યે પણ ઉપકાર દૃષ્ટિથી શાંત બની ગયા અને તેના પ્રત્યેના નિ:સિમ સદ્ભાવને લઇને તેણીનું વચન માન્ય કર્યું. પરિણામે ત્રુટતી સાર્થ વાહની જીવનદોરી અખંડિત રહેવા પામી.
દુનિયામાં સર્વ કાઇ જ'તુને જીવવુ એજ વહાલુ છે. વિષ્ઠામાં રહેલા એક ક્ષુદ્ર કીડાથી માંડીને મહાન ઇંદ્ર સુધીના કોઇ પણ પ્રાણીને મરણ સંબંધી વાત પણ પ્રિય લાગતી નથી અને તેથીજ ઇલાક વિગેરે સાત ભય પૈકી મરણભય એ મહેાટામાં મહેાટા ભય છે. સાર્થવાહ પણ આ ભયથી મુંઝાતા હતા પણ રાજાના અભય વચનથી તે પણ અંતરમાં આહ્લાદ પામ્યા પરંતુ લજ્જાથી નમ્રસુખેજ રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com