________________
૧૪૨ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ તે માત્ર વચમાં નિમિત્ત કારણ જ છે પણ અનાદિ કાલની જડવાસનાથી સાચા શત્રુ તરફ લક્ષ નહિ જતાં નિરપરાધી ગુન્હેગાર બને છે અને એકના બદલામાં બીજાને શિક્ષા મળે છે.
તત્ત્વચિંતક મહાત્માઓનું સાધ્યબિંદુ તે સાચા શત્રુઓ તરફેજ હોય છે, બાહ્યથી દેખાતા શત્રુ પ્રત્યે તેઓની દષ્ટિ હોતી જ નથી. સાચા શત્રુ સુટેની સાથેજ ઘોર રસ ગ્રામ કરે છે અને સર્વ પરાકમાં ફેરવી તેઓને એવા નિર્માત્ય બનાવી દે છે કે તેઓ તેમની સન્મુખ દષ્ટિપાત પણ કરી શકતા નથી. શાસ્ત્રકારે પણ એજ ફરમાવે છે કે જે તમારામાં સાચું પરાક્રમ હોય તો પ્રથમ વિવેકપૂર્વક તમારા ખરા દુમનને શોધો અને નિડર થઈને તેની સામા ધસી, તેઓને પરાજય કરી, જયવરમાલા અંગીકાર કરે, પરંતુ સાચા દુશ્મનને શોધી તેની સાથે યુદ્ધ કરનારા શુરવીર કોઈ કોઈ જવલ્લેજ મળી આવે છે. તેનામાં રહેલી સુરતાની સાચી કસોટી તેજ રણસંગ્રામમાં થાય છે, તે કોટીમાં પસાર થયા પછી જ તેઓ સાચા શુરવીર કહી શકાય છે. પરંતુ મહરાજાના સામ્રાજ્ય નીચે રહેલા મેહાંધ પ્રાણીઓ મેહનીયકર્મની વિકળતાથી આ શુરતાને ઝીલી શકતા નથી.
વિકી છતાં પણ સુંદરરાજા આ અવસરે ભૂલ્ય મેહદશાને લઈને પોતાની પ્રકૃતિને રોકી શકે નહિ અને સાર્થવાહ પ્રત્યે કઠોર સજા કરવા પ્રયત્નવાન થયો, પણ વિવેકી રાણીએ આકૃતિ દ્વારા રાજાને આંતરિક અભિપ્રાય જાણે પિતાનું અસાધારણ આચાર્ય ઝળકાવ્યું–પિતાના પ્રિયતમને વિજ્ઞપ્તિ કરી કે–
“સ્વામિનાથ ! આપ આમ એકાએક રેષાયમાન શા માટે થાઓ છે, આ સાર્થવાહ તે આપણે ખરેખર ઉપકારી છે માટે તેના પ્રત્યે આપણે દુષ્ટ ભાવના કદી પણ નજ કરી શકીએ, કારણકે આપણી ઉપર આવી પડનાર રાજ્યવસ્થાનો ત્યાગ, અટવીનું ઉલ્લંઘન, દારૂણ દુઃખ, અસહ્ય વિયોગ વિગેરે વિગેરે વિપત્તિઓ દેવના દરબારમાં નિમણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com