________________
સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ ચયથી તેની પિતાના શીલવતમાં અડગ શ્રદ્ધા, માયાળુ સ્વભાવ અને તે સિવાય બીજા પણ ઉચ્ચગુણોનો સાક્ષાત્કાર થયા છતાં પણ આ સ્ત્રીરત્નને શીલવતી તરિકે હું ઓળખી શકયે નહિ અને મારી અધમ વૃત્તિથી પણ પાછો ન ફર્યો. હંમેશા જેના ચરણકમલનું પ્રક્ષાલન કરવા લાયક સતીશીમણુને મેં અનેક ઠોકર મારી, મારી પામર વૃત્તિને મેં પ્રગટ કરી. અહા! નિર્દોષ રાણીને દુઃખ દેવામાં મેં લેશમાત્ર પણ પાછી પાની કરી નહિ, તેના પ્રત્યે બલાત્કાર કરવાની ભાવના પણ કરી ચુક્યો છતાં પણ શુદ્ધ સુવર્ણ આખર સુધી ચળકતું જ રહ્યું. અરે મારી કેવી દુર્દશા થશે, આ ભવમાં કરેલા ઘોર અપરાધોનાં ફળે આ ભવમાં અને બાકી રહેલા પરભવમાં અને વશ્ય મારે ભોગવવાં જ પડશે. આજ સુધીનું મારું સમગ્ર જીવન અનેક પ્રકારના અહિતમાર્ગમાં વ્યતીત થયું. આ પ્રમાણે હૃદયમાં પાપનો પશ્ચાતાપ કરતો અને ભાવી ભયથી કંપતે દેવીના ચરણમાં ઢળી પડ્યા અને પ્રાર્થના કરવા લાગ્યો.
હે દેવી ! આપ સાચા દેવી સમાન શિરોધાર્ય છે, મારા એકલાને માટે નહિ પણ સમગ્ર જગતના પ્રાણુઓને માટે પણ આપ પૂજનીય વંદનીય અને નમનીય છે. ધન્ય છે! આપના સતીત્વને, અને ધન્ય છે ! આપના પૈયને, મારા જેવા અધમ પાપી પામરે આપને કષ્ટ આપવામાં લેશમાત્ર પણ ખામી રાખી નથી. હું જાણું છું કે ઉપાર્જન કરેલા મારા પાપના પુંજથી મને નરકગતિમાં પણ સ્થાન મળશે કે કેમ તેને પણ સંશય છે, મારા પાપના ઉદયે મારી બુદ્ધિ વકદિશાએજ પ્રયાણ કરી ગઈ. નિર્વિવેકિતાથી કાંઈ પણ સારાસાર તપાસી શકો નહિ અને અધમધમ ધારણ સફલ કરવા દોરાય. હે ! જગતની માતાતુલ્ય દેવી! આપના ઉદાર અંતઃકરણમાં મારા અધમાધમ અપરાધોને સ્થાન ન આપતાં તે સઘળાને વિસારી આ દીન યાચકને ક્ષમાનું દાન અર્પણ કરો.
આ પ્રમાણે એમદેવ સાર્થવાહે નિર્મલ અંતઃકરણથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com