________________
૧૧ મુ...]
પાપના ઘડા યે.
૧૩૯
તા મારા સદ્ભાગ્યને પ્રકાશ પ્રકાશી ઉઠયા. રાણી આ અવસરે પુત્રવિયેાગનું સઘળુ દુ:ખ ભૂલી ગઈ. પોતાના સ્વામીનાથને એળખતાંની સાથેજ તેના નિર્મળ હૃદયને અનેક ભાવા સ્પર્શ કરવા લાગ્યા. હર્ષ, ઉત્સુકતા, લજ્જા, જડતા અને વિતર્ક વિગેરે અનેક અધ્યવસાયેાથી તેનું વિશાળ હ દય પણ સંકીર્ણ તાવાળુ થયુ'. પોતાના વ્હાલા પ્રાણપતિના દનમાત્રથી હૃદયસરેાવરમાં હર્ષની ઉમીએ ઉછળવા લાગી અને ત્યાંજ તેને મળવાની તીવ્ર ઉત્સુકતા થઈ. સાર્થવાહ વિગેરે જનસમુદાય વચ્ચે સ્વામીને શી રીતે મળાય ! આથી કાંઇક લા આવી અને જડની જેમ ત્યાંને ત્યાંજ સ્થીર થઇ ગઇ અને સ્વામીના સમાગમ માટે તીવ્ર ઉત્કંઠિત રાણી પતિના ચરણારવિંદમાં ભ્રમરની માફક પોતાનાં નેત્ર સ્થાપન કરીને અનેક વિતર્કા કરવા માંડી.
આ સર્વ વિચિત્ર બનાવ જોઇ અને રાજાનાં વચના સાંભળી સામદેવ સાર્થવાહુ સમજી ગયા કે આ સ્ત્રી અવશ્ય આ રાજાની રાણી છે; આથી તે એકદમ દિગ્મૂઢ બની ગયા, તેની મુખમુદ્રા નિસ્તેજ અને ભયથી વ્યાકુલ થઇ ગઇ, હૃદયમાં આઘાત થયા કે હવે રાજા મને શુ કરશે, અનેક પ્રકારના વિચારની શ્રેણી તેના મગજમાં સ્કુરાયમાન થઈ. અરે ! મે આ સદ્ગુણી સતીને સતાવી વિષપૂર્ણ ફણીધર સર્પનું જ આહ્વાહન કર્યું. ચિરસચિત પાપકર્મ આજે ઉર્દુયમાં આવ્યુ. દુનીયામાં કહેવત છે કે આખરે પાપને ઘડો ફૂટયા વગર રહેતાજ નથી ” મારી પણ એજ દશા થઈ. હવે તા સુખે કે દુ:ખે ન છુટકે પાપનાં જીવલેણ કટુલે મારે અવશ્ય ભાગવવાંજ પડશે. અરે ! મેં પાપીએ પાપ કરતાં પાછુ પણ ન જોયુ. હવે જ્યારે તેના વિપાક ભાગવવાના અવસર આવ્યો ત્યારે હૃદય ધ્રુજે છે, નેત્રા મીંચાઇ જાય છે, શરીર ક ંપે છે, અરે શુ આવી અધમાધમ દશાના મારે અનુભવ કરવા પડશે. આ રાજરમત્રી છે એમ હું આળખી ન શક્યા, તે તે દૂર રહેા પણ આટલા લાંબા પિર
ܕܕ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com