________________
૧૩૮ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ દીનતાભરી દશા જોઇને રાજાનું હદય ભરાઈ આવ્યું. તેની આકૃતિમાં અવનો ફેરફાર થઈ આવ્યા. આ સ્થળે સાર્થવાહ અને તેને સમુદાય ન હોત તે અવશ્ય રાજાનાં ચક્ષુમાંથી અશ્રુધારા ચાલી હોત. માત્ર લજજાથીજ રાજા પિતાના હૃદય નો ઉભરે મુશીબતે રોકી શકે.
આ અવસરે નજીક રહેલ સાર્થવાહ પણ વિચારમાં પડી ગયો કે મહારાજા અહિં શા હેતુથી આવ્યા હશે તે કાંઈ સમજી શકાતું નથી. અત્યાર સુધી સાર્થવાહના તંબુમાં માન જ પથરાઈ રહ્યું હતું કેમકે હજુ સુધી રાજા પોતે એકપણ શબ્દો ઉચ્ચાર કર્યા વિના જ પિતાનું કાર્ય કરતો હતો અને સઘળો સમુદાય પણ રાજા સન્મુખ દ્રષ્ટિ સ્થાપન કરી જોઈ રહ્યો હતો, પરંતુ હવે રાજાનું મેન લાંબી મુદત ટકી શકયું નહિ, તેના અંત:કરણે તેને બેલવાની ફરજ પાડી.
તંબુના એક વિભાગમાં રહેલી રાણી મદનવલ્લભાને ઉદ્દેશીને રાજાએ કહ્યું. “હે દેવી મદને ! કેમ તું મને ઓળખે છે કે ? રાજાના મુખારવિંદમાંથી ઝરતાં આ શીતલ અને મધુર વાકયે રાણીના કર્ણપુટમાં પડ્યાં, જાણે કેઈએ પિતાના કાનમાં અમૃતરસનું ઝરણુંજ વહેવડાવ્યું હોય નહિ કે શું ! તેમ રાણીને થઈ આવ્યું. પરિચિત શબ્દ સાંભળતાની સાથે એકદમ ઝબકીને પોતાના નામનો ઉચ્ચાર કરનાર મહારાજા સન્મુખ પોતાની દષ્ટિ ફેકી, પિતાના પ્રાણવલ્લભને ઓળખ્યા. નેત્ર સ્થીર થઈ ગયાં. તેના દર્શન માત્રથી જ તેને અંગમાં નવીન ચેતન્ય પ્રગટ થયું. જેને માટે રાતદિવસ રાણું ઝંખના કરતી હતી તે પિતાના પ્રાણપતીને આમ એકાએક સમાગમ થવાથી તેના હર્ષની પરિસીમાં રહી નહિ. આ અવસરે રાણીના હૃદયમાં અનેક વિચારે ઉદ્ ભવ્યા.
અરે ! આ હું શું જોઈ રહી છું અને તેની સમુખ છું! શું આ સાચું જ છે! ઇંદ્રજાલ તે ન હોય ! નહિ નહિ સાચું જ છે, આજ મારા પ્રાણવલ્લભ. અહો આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com